✕

સોને કી સાઇકલ, ચાંદી કી સીટ; આઓ ચલે ડાર્લિંગ, ડબલ સીટ

21 November, 2026 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરરાજાના વેશમાં સજ્જ ડૉક્ટર વિરાજ સોનોને સહિત અન્ય જાનૈયાઓને જોઈ આ જાન જોનારા લોકો પણ અચંબામાં હતા અને તેમણે આ અનોખી જાનને કૅમેરામાં કેદ કરી હતી.

અકોલાના એક વરરાજાએ પ્રાણીપ્રેમ, પર્યાવરણપ્રેમ અને ફિટનેસ આ ત્રણ મંત્રનો સંદેશ આપવા માટે સાઇકલ લઈને જાન પ્રસ્થાન કરી

નવવધૂને તેડવા વરરાજા લક્ઝુરિયસ કારમાં, વિન્ટેજ કારમાં કે ઘોડી પર બેસીને જાન સાથે પહોંચતા હોય એવું તો આપણે ઘણી વખત જોયું છે. જોકે અકોલાના એક વરરાજાએ પ્રાણીપ્રેમ, પર્યાવરણપ્રેમ અને ફિટનેસ આ ત્રણ મંત્રનો સંદેશ આપવા માટે સાઇકલ લઈને જાન પ્રસ્થાન કરી હોવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ‘રાઇડ ફૉર લવ’ નામની આ જાન ગુરુવારે કાઢવામાં આવી હતી જેમાં વરરાજા ડૉક્ટર વિરાજ સોનોને ઉપરાંત ૧૦૦ જાનૈયાઓ પણ સાઇકલ પર સવાર હતા. વરરાજાના વેશમાં સજ્જ ડૉક્ટર વિરાજ સોનોને સહિત અન્ય જાનૈયાઓને જોઈ આ જાન જોનારા લોકો પણ અચંબામાં હતા અને તેમણે આ અનોખી જાનને કૅમેરામાં કેદ કરી હતી. 

maharashtra news maharashtra akola viral videos social media