એક ડ્રગ એડિક્ટને પ્રેમ કરતી હતી એટલે રિયાનો ‘શિકાર’ થયો

08 September, 2020 06:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક ડ્રગ એડિક્ટને પ્રેમ કરતી હતી એટલે રિયાનો ‘શિકાર’ થયો

રિયાને મેડિકલ ટેસ્ટ માટે લઈ જતા સમયની તસ્વીર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case) કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી - NCB)એ સતત ત્રણ દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી છે. મેડિકલ ટેસ્ટ માટે તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને રિમાન્ડ માટે સાડા સાત વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમે મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે.

રિયાના વકીલ સતિષ માનશિંદેએ ધરપકડને 'ન્યાયની વિડંબના' ગણાવીને કહ્યું કે, ‘એક મહિલા ડ્રગ એડિક્ટ, માનસિક બિમારીથી પિડાતા વ્યક્તિને પ્રેમ કરતી હતી તેથી ત્રણેય એજન્સીએ આ મહિલાનો શિકાર કર્યો છે. મુંબઈના પાંચ અગ્રણી મનોચિકિત્સક તેનો ઈલાજ કરી રહ્યા હતાં. સુશાંતે ખોટી દવા લીધી હોવાથી આત્મહત્યા કરી હતી’.

સતત ત્રણ દિવસ સુધી તેની પૂછપરછ થયા બાદ રિયાની ધરપકડ કરવામાં આવી છે. રિયાએ પૂછપરછમાં 25 બૉલીવુડ સેલિબ્રીટીઝના પણ નામ આપ્યા છે. આ 25 સેલિબ્રીટીઝને સમન્સ મોકલવામાં આવશે. રિયાએ કહ્યું કે, સુશાંત તેને જબરદસ્તી ડ્રગ્સ આપતો હતો.

માનશિંદેએ ઉમેર્યું કે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શ’ના લીધે એક્ટરની એંક્ઝાઈટીમાં વધારો થયો હતો. રિયાએ પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટર તરૂણ કુમાર વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઈ તપાસ કરશે કે ડૉક્ટર આ કેસમાં ગુનેગાર છે કે નહીં.

મેડિકલ ટેસ્ટ માટે રિયાને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને તે પછી રિમાન્ડ માટે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમે મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે.

rhea chakraborty sushant singh rajput