રિયાના કૉલ રેકૉર્ડ્ઝ અનુસાર તેણે મહેશ ભટ્ટ સાથે 16 વખત વાત કરી હતી

09 August, 2020 11:51 AM IST  |  Mumbai | Agencies

રિયાના કૉલ રેકૉર્ડ્ઝ અનુસાર તેણે મહેશ ભટ્ટ સાથે 16 વખત વાત કરી હતી

રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત

ફિલ્મસ્ટાર રિયા ચક્રવર્તીની છેલ્લા એક વર્ષની કૉલ ડિટેઇલ્સ પરથી માલૂમ પડ્યું હતું કે તે તેના પરિવાર, મહેશ ભટ્ટ જેવી બૉલીવુડ હસ્તીઓ તથા સિદ્ધાર્થ પિઠાની વગેરે જેવા સુશાંત સિંહ રાજપૂતના મિત્રો સાથે નિયમિતપણે સંપર્કમાં હતી.

ઈડીએ શુક્રવારે રિયા, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને એક્સ-મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી અને રિયા સુશાંતના મિત્રો તથા કેટલાક વ્યાવસાયિકો સાથે પણ સંપર્કમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

રિયાએ તેના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી સાથે ૧૧૯૨ વખત, ભાઈ સાથે ૧૦૬૯ વખત વાત કરી હતી, પરંતુ સુશાંત સાથે માત્ર ૧૪૫ વખત અને તેની બહેન રાની સાથે ચાર વખત વાત કરી હતી, જ્યારે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે ૨૮૭ વખત વાત કરી હતી. બૉલીવુડ હસ્તીઓમાંથી તેણે તેના મેન્ડર અને ફિલ્મસર્જક મહેશ ભટ્ટ સાથે ૧૬ વખત વાત કરી હતી, જેમાંથી ૭ વખત ઇનકમિંગ કૉલ્સ આવ્યા હતા, ૨૩ વખત અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે અને ૨૨ વખત ટેલન્ટ મેનેજર ઉદય સિંઘ ગૌરી સાથે વાત કરી હતી.

rhea chakraborty sushant singh rajput mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch mumbai police