રિયા ચક્રવર્તીએ જામીન અરજીમાં ફેરવી તોળ્યું

10 September, 2020 09:28 AM IST  |  Mumbai | Mumbai correspondent

રિયા ચક્રવર્તીએ જામીન અરજીમાં ફેરવી તોળ્યું

રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં એનસીબી દ્વારા ધરપકડ બાદ રિયાના વકીલે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં તેના જામીનની અરજી કરી હતી, જે નામંજૂર થઈ હતી. ગઈ કાલે ફરી વાર રિયા તરફથી તેના વકીલ સતીશ માનશિંદે દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં રિયાએ એનસીબી સમક્ષ કરેલી કબૂલાતના મામલે ફેરવી તોળી એનસીબીએ ખોટું નિવેદન આપ્યું હોવાનું તેમ જ એનસીબી સમક્ષ તેને કબૂલાત કરવાની ફરજ પાડવામાં આવી હોવાનુ જણાવ્યું હતું. સતીશ માનશિંદેએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે રિયાએ કોઈ ગુનો કર્યો નથી અને તેના પર આ કેસ થોપી બેસાડવામાં આવ્યો છે.
ગઈ કાલે રિયાને એનસીબીની ઑફિસમાંથી દક્ષિણ મુંબઈસ્થિત ભાયખલા જેલમાં ખસેડવામાં આવી હતી. દરમ્યાન સુશાંત સિહના અપમૃત્યુના કેસમાં એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓમાં રિયાનો ભાઈ શૌવિક ચૌધરી, એસએસઆરનો હાઉસ મૅનેજર સૅમ્યુઅલ મિરાન્ડા, અંગત સ્ટાફ દીપેશ સાવંત અને શંકાસ્પદ ડ્રગ પેડલર ઝૈદ વિતારા, અબડેલ બાસીલ પરિહારને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવાયો હતો.
રિયાની જામીન અરજીની સુનાવણી આજે નિર્ધારાઈ છે.

mumbai mumbai news rhea chakraborty