ડ્રગ્સ ખરીદવા બદલ રિયા ચક્રવર્તી પકડાઈ, પણ સુશાંત મર્ડર કેસનું શું?

09 September, 2020 07:05 AM IST  |  Mumbai | Rashmin Shah

ડ્રગ્સ ખરીદવા બદલ રિયા ચક્રવર્તી પકડાઈ, પણ સુશાંત મર્ડર કેસનું શું?

સુશાંતસિંહ રાજપૂત

ફાઇનલી ગઈ કાલે રિયા ચક્રવર્તીની અરેસ્ટ થઈ, પણ યાદ રહે કે આ અરેસ્ટ સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસ માટે નથી થઈ. રિયાની અરેસ્ટ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ડ્રગ્સના સેવન માટે કરી છે અને હવે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો રિયા અને તેના ભાઈ શૌવિક ડ્રગ્સની હેરફેરમાં સામેલ હતાં કે નહીં એ જાણવાની કોશિશ કરશે, તો સાથોસાથ એ જાણવાની કોશિશ પણ કરશે કે રિયા જાણતી હોય એવા કયા-કયા લોકો ડ્રગ્સ ખરીદવા સાથે સંકળાયેલા છે. રિયાની અરેસ્ટ સાથે બૉલીવુડ માટે ઉજાગરાની રાતો આવી ગઈ છે, પણ મહત્ત્વનું એ પણ છે કે સુશાંતસિંહના અપમૃત્યુનો કેસ તો હજી પણ જ્યાં હતો ત્યાં જ છે, સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ બાબતે ત્રણ દિવસથી બિલકુલ શાંત છે.

રિયાને 14 દિવસની કસ્ટડી

આ ત્રણ દિવસ દરમ્યાન સીબીઆઇએ અગાઉ જેકોઈની જેટલી પણ ઇન્ક્વાયરી થઈ છે એ ઇન્ક્વાયરી અને એના ક્રૉસ કૉન્વર્સેશન ચેક કરવાનું કામ કર્યું તો સાથોસાથ તમામેતમામ રેકૉર્ડિંગ પણ સાંભળવાનું કામ કર્યું. આ બધા રેકૉર્ડિંગના આધારે અંદાજે ૪૦૦ જેટલા નવા પ્રશ્નો અને ઇન્ક્વાયરીના મુદ્દા ઊભા થયા છે. સીબીઆઇ હવે એ બધાની તપાસ કરશે.

સીબીઆઇ હવે હરકતમાં આવશે. એક વાતની સ્પષ્ટતા કરવાની કે સુશાંતસિંહના કેસમાં પહેલાં સીબીઆઇ દાખલ થયું અને એ પછી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ તપાસ શરૂ કરી, પણ બન્ને એજન્સી વચ્ચે તાલમેલ પહેલેથી રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના અન્ડરમાં આવતી આ બન્ને એજન્સીમાંથી નૅશનલ ક્રાઇમ બ્યુરોએ પહેલાં ઍક્શન લીધી એનું એક કારણ એ પણ છે કે સીબીઆઇને સુશાંતસિંહના અપમૃત્યુના મૂળ સુધી પહોંચવામાં હજી સમય લાગે એવી શક્યતા હતી. આ પિરિયડમાં શંકાસ્પદ પરનું પ્રેશર હળવું ન થઈ જાય અને તેમને કોઈ પ્રકારની સાઠગાંઠ માટે પૂરતો સમય ન મળી રહે એવા હેતુથી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ સુશાંતસિંહના કેસની આડશ છોડીને ડ્રગ્સ ખરીદવાના આરોપસર પગલાં લેવાનું શરૂ કરી દીધું.

નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોની કામગીરી હવે થોડી ધીમી પડશે અને સુશાંતસિંહના મૃત્યુના કેસની તપાસ હવે સીબીઆઇ જોરશોરથી ફરી શરૂ કરશે.

ડ્રગ્સે ચેન્જ કરાવ્યા મોબાઇલ-નંબર

રિયા ચક્રવર્તીની અરેસ્ટ સાથે બૉલીવુડમાં દૂર-દૂર સુધી સોપો પડી ગયો છે. આમ તો ડ્રગ્સની વાતો શરૂ થઈ એ સમયથી જ બૉલીવુડના સ્ટાર્સને સાપ સૂંઘી ગયો હતો, પણ રિયાની અરેસ્ટ પછી તો જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એવી હાલત થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે, પણ અમુક સ્ટાર્સે તો છેલ્લા એક વીકમાં પોતાનો મોબાઇલ-નંબર ચેન્જ કરી નાખ્યા છે જેથી ભવિષ્યમાં ઇન્ક્વાયરી નીકળે ત્યારે બચાવ માટેની આ દિશા ખોલી શકાય. આ ઉપરાંત નવા મોબાઇલ-નંબર પણ પોતાના નામે લેવાને બદલે હવે તેમણે પોતાના વિશ્વાસુ લોકોના નામે લેવાનું શરૂ કર્યું છે, જેથી નંબર સાથે પોતાને કંઈ લાગતુંવળગતું નથી એવું પણ દેખાડી શકાય.

sushant singh rajput rhea chakraborty crime branch Crime News mumbai crime news mumbai crime branch bihar mumbai police Rashmin Shah