ઑનલાઇન ધંધો કરતી કંપનીઓ પર પ્રતિબંધ મૂકો, નહીં તો નિયમો કડક કરો

16 September, 2021 08:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપારીઓની માગણી છે કે આ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તેમના પર કડક નિયમો લાદવામાં આવે. નહીં તો આ કંપનીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ પર રાજ કરશે.’  

ઑનલાઇન ધંધો કરતી કંપનીઓ પર પ્રતિબંધ મૂકો, નહીં તો નિયમો કડક કરો

વેપારીઓના દેશવ્યાપી સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ) દ્વારા ગઈ કાલે ઑનલાઇન વેપાર કરતી ઈ-કૉમર્સ કંપનીઓ સામે સરકારની ઢીલી નીતિનો વિરોધ કરીને ધરણાં કરવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ હલ્લાબોલ કરીને નારાબાજી કરાઈ હતી. આ વિશે માહિતી આપતાં કેઇટના મુંબઈ વિભાગના ચૅરમૅન રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અલગ-અલગ વેપારી મંડળોના પ્રતિનિધિઓએ ગઈ કાલનાં ધરણાંમાં અને હલ્લાબોલમાં ભાગ લીધો હતો. વેપારીઓની માગણી છે કે આ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તેમના પર કડક નિયમો લાદવામાં આવે. નહીં તો આ કંપનીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ પર રાજ કરશે.’  

Mumbai mumbai news