રેસ્ટોરાંના માલિકોએ ચિંતા કરવાની જરૂર નથી: શરાબનો જથ્થો દુકાનોમાં અપાશે

20 May, 2020 05:28 PM IST  |  Mumbai | Phorum Dalal

રેસ્ટોરાંના માલિકોએ ચિંતા કરવાની જરૂર નથી: શરાબનો જથ્થો દુકાનોમાં અપાશે

પ્રતિકાત્મક તસવીર

રેસ્ટોરન્ટ અને બારના માલિકો બાકી રહેલો શરાબનો જથ્થો દારૂની દુકાનમાં તેમજ પીક-અપ દ્વારા ડિલેવરી આપી શકશે તેવો આદેશ એક્સાઈઝ વિભાગે બહાર પાઢયો હતો અને આ આદેશના સમાચાર સોશ્યલ મિડિયા પર સૌથી વધુ શેર થયા હતા. છતા શહેરમાં દારૂની દુકાનો ક્યારે ખુલશે એ બાબતે લોકો હજી પણ મૂંઝવણમાં છું.

નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ)ના પ્રેસિડન્ટ અનુરાગ કટરિઆરે રાજ્યના એક્સાઈઝ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી વાલસા નાયર સિંગ સાથે વાતચીત કરીને કહ્યું હતું કે, આદેશ મુજબ FL3 (રેસ્ટોરાં અને બાર)ને છૂટક આલ્કોહોલની મંજૂરી આપવામાં આવી છે. પણ તેઓ સ્થાનિક અધિકારીઓ દ્વારા લાદવમાં આવેલા પ્રતિબંધને આધીન છે. મુંબઈમાં પાલિકાએ દારૂના વેચાણની પરમિશન નથી આપી એટલે મુંબઈ માટે તે લાગૂ નથી પડતું. શહેરમાં પાલિકાએ દારૂના સ્ટોકની ડિલેવરીને પણ મંજૂરી નથી આપી. પરંતુ નજીકના ભવિષ્યમાં પરવાનગી મળી શકે છે. એનઆરએઆઈ રાજ્યના આ પગલાને આવકારે છે.

વોલ્ટ ફાઈન્સ સ્પિરીટના ડાયરેક્ટર કેશવ પ્રકાશે કહ્યું હતું કે, અમે અહીં સરકારના બે વિભાગ વિશે વાત કરી રહ્યા છીએ જે એકબીજા સાથે જોડાયેલા નથી. એક્સાઈઝ ખાતાએ દારૂ માટે વિશેષ પરવાનગી આપી છે. જ્યારે બીજો વિભાગ પાલિકા લોકોના સંચાલનમાં સામેલ છે. આગળ વધવું કે નહીં તે આખા મહારાષ્ટ્ર માટે છે, ઝોનના આધારે રીટેલ દુકાનોને મંજુરી આપવામાં આવશે. આદેશ સ્પષ્ટ રીતે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનોને આધિન છે. દારૂનું વેચાણ એ એક એકદસાઈ વિભાગનો મુદ્દો છે જ્યારે લોકોનું સંચાલન એ પાલિકાનો મુદ્દો છે.

coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation mumbai mumbai news