રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની આત્મહત્યાના જૂના કેસમાં ધરપકડ

04 November, 2020 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની આત્મહત્યાના જૂના કેસમાં ધરપકડ

અર્નબ ગોસ્વામી

ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની (Arnab Goswami) મુંબઇ પોલીસે બુધવારે સવારે તેમના ઘરે જઈને ઘરપકડ કરી લીધી છે. અર્નબ પર ઇન્ટીરિયર ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.ગોસ્વામીએ પોલીસ પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરનું લાઈવ ફૂટેજ પણ બતાવ્યું છે. જેમાં પોલીસ અને અર્નબની વચ્ચે ઝડપ થતી નજરે પડે છે.

વર્ષ 2018માં 53 વર્ષના એક ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે સીઆઈડીની ટીમ તપાસ કરી રહી છે. કથિત રીતે અન્વય નાઈકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, આરોપીઓ (અર્નબ અને અન્ય બે)એ તેના રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી. તેથી તેમને આત્મહત્યા કરવી પડે છે. રિપબ્લિક ટીવીએ આ આરોપ નકારી દીધા છે.

અન્વયે રિપબ્લિક ટીવીના સ્ટૂડિયોમાં કામ કર્યું હતું. તેના માટે 500 મજૂરો કામ પર લગાવ્યા હતા. પરંતુ અંતે અર્નબે તેના પૈસા ન ચૂકવ્યા. તેના કારણે અન્વય આર્થિક ભીંસમાં આવી ગયો હતો. કંટાળીને તેણે તેની વૃદ્ધ માતા સાથે આત્મહત્યા કરી લીધી. અક્ષતાનો દાવો છે કે, ઘણાં પ્રયત્નો પછી અલીબાગ પોલીસે અર્નબ સહિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી, પરંતુ આગળ શું તપાસ કરી તે ખબર નહીં. અન્વયની પત્ની અક્ષતાએ આ વર્ષે જ આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી ન્યાયની માંગ કરી હતી. જો કે રાયગઢના ત્યારના એસપી અનિલ પારસકર મુજબ આ મામલે ત્યારે તપાસ કરતી વખતે આરોપીઓ વિરુદ્ધ કોઇ પુરાવા નહતા મળ્યા. પોલીસે કોર્ટમાં રિપોર્ટ પણ આપી હતી અને ફરિયાદકર્તાને પણ કોપી મોકલી હતી.

આ કેસમાં આજે સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની તેના ઘરેથી ધરપકડ કરી હતી. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દેખાડ્યા હતા જેમાં અર્નબ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દેખાતી હતી. અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગરદીનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા છે. તથા દવા દેવાથી પણ રોક્યો હતો. ત્યારપછી અર્નબને મુંબઈ પોલીસ તેમની વાનમાં સાથે લઈ ગઈ હતી.

નોંધનીય છે કે, આ પહેલા મુંબઈની બે લોકલ ચેનલ સમેત રિપબ્લિક ટીવી પર ફેક ટીઆરપીનો આરોપ લાગ્યો હતો. હવે મુંબઈ પોલીસ તેની તપાસ કરી રહી છે.

mumbai mumbai news arnab goswami mumbai police