Republic Day 2024: 26 જાન્યુઆરીએ આ રોડ રહેશે બંધ, ટ્રાફિક પોલીસે બહાર પાડી ડાયવર્ઝનની યાદી

25 January, 2024 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસે બુધવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ 2024 (Republic Day 2024)ની પરેડ પહેલા દાદરની આસપાસના ટ્રાફિક ડાયવર્ઝનની યાદી બહાર પાડી હતી

તસવીર: સમીર આબેદી

મુંબઈ પોલીસે બુધવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ 2024 (Republic Day 2024)ની પરેડ પહેલા દાદરની આસપાસના ટ્રાફિક ડાયવર્ઝનની યાદી બહાર પાડી હતી.

એક નોટિફિકેશનમાં મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરી 2024 (Republic Day 2024)ના રોજ દાદરના શિવાજી પાર્ક મેદાનમાં ગણતંત્ર દિવસની પરેડના કારણે, સાંજના 06:00 વાગ્યાથી 12:00 કલાક સુધી તમામ અડીને આવેલા રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. નીચેના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન, વાહનોની અવરજવર માટે કેટલાક માર્ગોને અસ્થાયી ધોરણે આદેશ જાહેર કરીને ડાયવર્ટ કરવામાં આવશે.

પોલીસે જણાવ્યું હતું કે, લોકોની અસુવિધાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા કેટલાક ટ્રાફિક ડાયવર્ઝન જાહેર (Republic Day 2024) કરવામાં આવ્યા છે. ટ્રાફિક નોટિફિકેશન રાજુ ભુજબલ, ડીસીપી, એડિશનલ ચાર્જ (H.Q. અને મધ્ય પ્રદેશ) દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, 26મી જાન્યુઆરી, 2024ના રોજ સવારે 06.00 કલાકથી 12.00 કલાક સુધી ટ્રાફિક વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે, એમ ટ્રાફિક સૂચનામાં જણાવાયું છે.

આ માર્ગો પ્રભાવિત

નૉ પાર્કિંગ

રોડ માર્ચ

શિવાજી પાર્ક ગ્રાઉન્ડથી ગેટ નંબર 5 દ્વારા શરૂ થતી પરેડ ડાબા વળાંક સાથે આગળ વધશે - કેલુસ્કર રોડ ઉત્તર - સી. રામચંદ્ર ચોક (કેલુસ્કર ઉત્તર જક્શન) - ડાબો વળાંક - સ્વતંત્ર વીર સાવરકર રોડ- દક્ષિણ તરફ - સંગીતકાર વસંત દેસાઈ ચોક (કેલુસ્કર સાઉથ જંકશન) - જમણો વળાંક-નરલી બાગ ખાતે સમાપ્ત થશે.

પોલીસે જણાવ્યું હતું કે, “વાહનચાલકોને 06.00 કલાકથી 12.00 કલાક દરમિયાન ઉપરોક્ત રસ્તાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. વાહનચાલકો/પદયાત્રીઓને ઓછામાં ઓછી અસુવિધા થાય તે સુનિશ્ચિત કરવા માટે સાઇન બોર્ડ તેમ જ પોલીસ કર્મચારીઓ પણ વિવિધ સ્થળોએ હાજર રહેશે.”

republic day mumbai police mumbai traffic police mumbai mumbai news