મુંબઈના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદના છાંટા પડતાં ગરમીથી રાહત

27 April, 2025 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના કેટલાક એરિયામાં હળવો પવન ફુંકાયો હતો

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ભારે બફારો અને ઉકળાટ થઈ રહ્યો હતો ત્યારે શુક્રવાર રાતે અને ગઈ કાલે બપોરે પવઈ, ભાંડુપ, મુલુંડ, કાંજુરમાર્ગ અને થાણે સહિત નવી મુંબઈના કેટલાક એરિયામાં હળવો પવન ફુંકાયો હતો અને વરસાદના છાંટા પડતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. 

હવામાન ખાતાએ કહ્યું છે કે ‘આજે પણ વાદળિયું વાતાવરણ રહેશે. હાલ નીચા લેવલ પર હવાના દબાણનો પટ્ટો છે સાથે જ અરબી સમુદ્ર પરથી આવતા પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધું છે એથી કેટલીક જગ્યાએ છૂટા‍છવાયા છાંટા પડી શકે છે.’    

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો મરાઠવાડા અને વિદર્ભમાં પણ છૂટાંછવાયાં ઝાપટાં પડી શકે એવી શક્યતા દર્શાવાઈ છે. મુંબઈમાં ગઈ કાલે કોલાબામાં ૩૩.૮ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૪.૨ ડિગ્રી મૅક્સિમમ ટેમ્પરેચર નોંધાયું હતું. 

mumbai news mumbai bhandup mulund kanjurmarg navi mumbai Weather Update mumbai weather