રિલાયન્સે ચીનથી ચારગણી સસ્તી પીપીઈ કિટ તૈયાર કરી

30 May, 2020 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સે ચીનથી ચારગણી સસ્તી પીપીઈ કિટ તૈયાર કરી

પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સે ચીનથી ત્રણથી ચારગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ તૈયાર કરી છે. કંપનીમાં દરરોજ ૧ લાખ પીપીઈ કિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેમાં ૧૦ હજાર લોકોને રોજગાર મળ્યો છે. આ સિવાય કંપનીમાં કોરોના ટેસ્ટની કિટ બનાવવામાં આવી છે જે ચીનથી દસગણી સસ્તી છે, એમ કંપનીએ જણાવ્યું હતું. કોરોના વાઇરસ સમયગાળા દરમિયાન વિવિધ મોરચા પર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ ૧ લાખ પીપીઈ કિટ બનાવવામાં આવે છે. એક તરફ ચીનથી આયાત થતી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટની કિંમત કિટદીઠ ૨૦૦૦ રૂપિયા થાય છે તો બીજી તરફ રિલાયન્સની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ માત્ર ૬૫૦ રૂપિયામાં પીપીઈ કિટ બનાવે છે. પીપીઈ કિટ ડૉક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપરાંત પોલીસ અને સફાઈ કામદારો જેવા ફ્રન્ટલાઇન વૉરિયર્સને કોરોના વાઇરસના ઇન્ફેક્શનથી બચાવે છે.

માત્ર પીપીઈ જ નહીં, ‘કોરોના ટેસ્ટિંગ કિટ’ના ક્ષેત્રમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્વદેશી ટેક્નિક વિકસિત કરી છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઇઆર)ની સાથે મળીને રિલાયન્સે સંપૂર્ણપણે સ્વદેશી આરટી-એલએએમપી આધારિત કોવિડ-૧૯ ટેસ્ટ કિટ બનાવી છે. આ ટેસ્ટિંગ કિટ ચીનની કિટથી ઘણી સસ્તી છે. ૪૫થી ૬૦ મિનિટની અંદર ટેસ્ટિંગનાં સટીક પરિણામો મળી જાય છે.

coronavirus covid19 reliance mumbai mumbai news