રિલાયન્સ ઇન્ફ્રાના વીજદરમાં ઘટાડો થશે

28 October, 2014 05:28 AM IST  | 

રિલાયન્સ ઇન્ફ્રાના વીજદરમાં ઘટાડો થશે

વીજદરમાં આ પ્રસ્તાવિત ઘટાડો મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે. આ  ઘટાડો કમિશનના નિર્દેશ મુજબ વીજળીની પડતર કિંમતમાં ઘટાડો કરીને તેમ જ પુરવઠા અને વિતરણમાં થતા નુકસાનને ઘટાડીને અમલમાં લાવવામાં આવશે.

રિલાયન્સ ઇન્ફ્રાએ વીજદરમાં પ્રથમ ૧૧ ટકાનો ઘટાડો એપ્રિલમાં કયોર્ હતો અને એપ્રિલ, ૨૦૧૫થી આ દર વધુ ઘટશે.

બાંદરાની ઉત્તરે રહેતા અને વધુ વીજળીનો વપરાશ ધરાવતા સેલિબ્રિટીઓ અને વેપારીઓને આ ઘટાડાથી સૌથી વધુ ફાયદો થશે. ૨૦૧૫-૧૬માં વીજદરમાં વધુ બાવીસ ટકાનો ઘટાડો થતાં તેમના વીજબિલમાં ૨૦૧૩-૧૪ની સરખામણીએ  ઓછામાં ઓછો ૩૭ ટકા ઘટાડો થશે. જ્યારે ઓછો વપરાશ ધરાવતા વીજગ્રાહકો (માસિક ૩૦૦ યુનિટ)નાં બિલોમાં ૨૦૧૩-૧૪ની સરખામણીએ ૨૪ ટકાનો ઘટાડો થશે.

બીજી બાજુ તળ મુંબઈમાં બેસ્ટે ૨૦૧૫-૧૬માં એના વીજદરમાં ૧૪થી ૧૬ ટકાનો વધારો કરવાની યોજના બનાવી છે.