રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ઍપલ પછી નંબર-ટૂ બ્રૅન્ડ બની

07 August, 2020 09:06 AM IST  |  Mumbai Desk | Agencies

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ઍપલ પછી નંબર-ટૂ બ્રૅન્ડ બની

મુકેશ અંબાણી

બિલ્યનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી બ્રૅન્ડ બની છે. ફ્યુચરબ્રૅન્ડ ઇન્ડેક્સ ૨૦૨૦ પર પ્રથમ ક્રમે અમેરિકાની ઍપલ કંપની છે અને રિલાયન્સ બીજા ક્રમે છે. ફ્યુચરબ્રૅન્ડે ૨૦૨૦ ઇન્ડેક્સ જાહેર કરતાં કહ્યું કે આ વર્ષે સૌથી મોટી એન્ટ્રન્ટ નંબર-ટૂ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સે દરેક માપદંડમાં ખૂબ સારી પ્રગતિ કરી છે. ફ્યુચરબ્રૅન્ડે કહ્યું કે ભારતની સૌથી વધુ નફો કરતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ સન્માનિત કંપની છે અને એથિકલી બિઝનેસ કરી રહી છે અને સતત ગ્રોથ કરી રહી છે. સતત ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરી રહી છે અને ખૂબ સારી કસ્ટમર સર્વિસ પણ પૂરી પાડી રહી છે. ખાસ કરીને લોકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મજબૂત ભાવનાત્મક કનેક્શન ધરાવે છે. હવે ગૂગલ અને ફેસબુક જેવી વર્લ્ડ ક્લાસ કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદી રહી છે ત્યારે રિલાયન્સ આગામી ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન મેળવી લેશે એવું જણાય છે.

mumbai mumbai news reliance apple business news