મરનાર પોલીસ કર્મચારીઓના સગાઓને નોકરી મેળવવામાં સરકારી નિયમો આડે આવે છે

20 July, 2020 01:51 PM IST  |  Mumbai Desk | Shirish Vaktania

મરનાર પોલીસ કર્મચારીઓના સગાઓને નોકરી મેળવવામાં સરકારી નિયમો આડે આવે છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસ ચેપને કારણે મૃત્યુ પામ્યા હોય અથવા કોવિડ -19ની ફરજ નિભાવતા મૃત્યુ પામ્યા હોય તેવા પોલીસ અધિકારીઓના પરિવારો માટે સરકારી નિયમ ચિંતાનું એક નવું કારણ બની ગયું છે. સરકારના નિયમ મુજબ કૉન્સ્ટેબલથી માંડીને અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના (એએસઆઇ) ના સગાઓને તેમના સ્થાન પર તો જ નોકરી મળી શકે જો તેઓ ફરજ દરમ્યાન મૃત્યુ પામ્યા હોય.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં મુંબઈમાં કોવિડ-19ને કારણે ૮૫ પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. આમાં છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઇ) અને સહાયક પોલીસ નિરીક્ષકો (એપીઆઇ) પણ સામેલ છે. આ અધિકારીઓમાં સમતાનગર પોલીસ સ્ટેશનના એપીઆઇ ભગીરથ આધવ, શાહુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ અમોલ કુલકર્ણી, વિક્રોલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સચિન પાટીલ અને પાલઘર જિલ્લાના અન્ય ત્રણ અધિકારીઓ સામેલ છે.
આ પોલીસ કર્મચારીઓના પરિવારજનોએ ગઈ કાલે કૅબિનેટ પ્રધાન જિતેન્દ્ર અવ્હાડને મળી તેમના પ્રિયજનના મૃત્યુ સામે પોલીસ દળમાં નોકરીની માગ કરી હતી.

shirish vaktania