અર્થવ્યવસ્થા અને નોકરીઓ ફરીથી ઊભી કરવા રિયલ્ટરોની PMને વિનંતી

15 July, 2020 01:28 PM IST  |  Mumbai | Mumbai correspondent

અર્થવ્યવસ્થા અને નોકરીઓ ફરીથી ઊભી કરવા રિયલ્ટરોની PMને વિનંતી

નરેન્દ્ર મોદી

કોવિડ-19થી સર્જાયેલી કટોકટીમાંથી બહાર આવવા રિયલ એસ્ટેટ ઉદ્યોગને આધાર આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં ડેવલપરોએ હવે અર્થવ્યવસ્થા અને નોકરીઓ નવેસરથી ઊભી કરવા માટે મદદરૂપ થવા ગ્રાહકોને સશક્ત બનાવવા વધુ પગલાં લેવાનો અનુરોધ કર્યો છે.

હોમ લોન વ્યાજદરમાં પાંચ ટકા સુધી ઘટાડો અને અફૉર્ડેબલ હાઉસિંગ માટે લિમિટ ૭૫ લાખ રૂપિયા સુધી વધારવા, જીએસટી એક ટકો કરવા, રેડી રેકનરના દરો વધુ વાસ્તવલક્ષી બનાવવા, ખરીદદારો માટે ૨૪ મહિના સુધી ઈએમઆઇ માફી જેવાં અમુક વ્યવહારુ પગલાં સરકાર લે તો ઘરના ખરીદદારો આકર્ષાઈ શકે છે એમ ક્રેડાઇ ઍક્શન કમિટીના પ્રવક્તા અજય અશરે જણાવ્યું હતું. સમિતિ ડેવલપરોની સર્વોચ્ચ સમિતિ દ્વારા રચવામાં આવી છે. તેણે વડા પ્રધાન, નાણા પ્રધાન અને આરબીઆઇને પણ ઑનલાઇન અરજી કરીને રિયલ્ટી ઉદ્યોગના આ મુદ્દાઓ પ્રત્યે તાકીદે ધ્યાન આપવા માટે અનુરોધ કર્યો છે. જો ઘરોની ખરીદી ફરીથી શરૂ થાય તો રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકાઈ શકે છે અને આશરે 300 ઉદ્યોગો નવેસરથી ઊભા થઈ શકે અને એને કારણે દેશભરમાં પાંચ કરોડથી વધુ નોકરીઓ ઊપજી શકે છે એમ અજય અશરે જણાવ્યું છે. જોકે સરકારી કાર્યાલયે ડેવલપર સમુદાય દ્વારા સામનો કરાતી સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ક્રેડાઇ ઍક્શન કમિટીએ સરકારને ઘર ખરીદદારોને ૨૪ મહિના માટે ઈએમઆઇ ચુકવણી સાથે ફક્ત માર્જિન મની ચૂકવવા છૂટ આપવાની પણ માગણી કરી છે. આ માટે આરબીઆઇ ડેવલપરો પાસેથી ઘર ખરીદદારોને ૨૪ મહિનાની સબવેન્શન સ્કીમનો લાભ આપી શકે છે. એનાથી છેલ્લા બે મહિનામાં વસૂલ કરવાની સબવેન્શન રકમ સાથે ૨૪ મહિનાની લોનની મુદત વિસ્તારીને સમાયોજિત થઈ શકે છે.

mumbai mumbai news narendra modi covid19 coronavirus lockdown