મુંબઇમાં મહિલા પોલીસકર્મી સાથે બળાત્કાર, ત્રણે લોકો વિરુદ્ધ FIR નોંધાઇ

15 June, 2021 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે જાહેર એક નિવેદનમાં, પોલીસે કહ્યું કે મુખ્ય આરોપીએ લગ્નના બહાને મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બળાત્કાર કર્યો અને મહિલાને બ્લેકમેલ કરવા માટેની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. મુંબઇમાં મેઘવાડી પોલીસ સ્ટેશનમાં એક મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવાના આરોપમાં ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોમવારે જાહેર એક નિવેદનમાં, પોલીસે કહ્યું કે મુખ્ય આરોપીએ લગ્નના બહાને મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે બળાત્કાર કર્યો અને મહિલાને બ્લેકમેલ કરવા માટેની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

પોલીસે જણાવ્યું, "મુખ્ય આરોપી ઔરંગાબાદના રહેવાસી છે. તે એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મહિલા પોલીસકર્મચારીના સંપર્કમાં આવ્યા અને તેમના વચ્ચે સંબંધ બની ગયા. આરોપી પીડિતાથી મળવા માટે મુંબઇના પવઇ વિસ્તારમાં આવ્યા અને તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો. તે દરમિયાન તેમની વચ્ચે સંબંધ બન્યા અને આરોપીએ તેમના રૅકૉર્ડ કરી લીધો અને પછી મેં મારા બે મિત્રો સાથે તેને પરેશાન કરવું અને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું."

પોલીસ પ્રમાણે મહિલા પોલીસકર્મીની ફરિયાદ પર 11 જૂનના મુંબઇના મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને આઇટી અધિનિયમની વિભિન્ન ધારાઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસે કહ્યું, "ઝીરો એફઆઇઆર હેઠળ મામલો પવઇ વિસ્તારમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. આ મામલે અત્યાર સુધી કોઇ ધરપકડ થઈ નથી."

Mumbai mumbai news mumbai crime news Crime News sexual crime