માલવણીમાં માનસિક રીતે અક્ષમ ટીનેજર પર કર્યો છ જણે બળાત્કાર

26 September, 2012 04:48 AM IST  | 

માલવણીમાં માનસિક રીતે અક્ષમ ટીનેજર પર કર્યો છ જણે બળાત્કાર

ટીનેજર માનસિક રીતે અક્ષમ હોવાથી તેનું શારીરિક શોષણ થયું છે એ વિશે તે જાણતી નથી. તે ૨૦ અઠવાડિયાંની ગર્ભવતી રહી ત્યારે તેના પિતાને આ બાબતે જાણ થઈ હતી અને તે ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન આવ્યા હતા. આ કેસમાં ટીનેજરની માનસિક અસ્વસ્થાને કારણે પોલીસને કોઈ પણ માહિતી મળી નથી રહી અને તપાસમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.