ખંડણી કેસ: કેન્દ્ર એ પરમબીર સિંહ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શરૂ

23 December, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેની સામે મુંબઈ અને થાણેમાં ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે.

પરમબીર સિંહ

મુંબઈ:  કેન્દ્રએ IPS અધિકારી પરમબીર સિંહ (Param bir singh) સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે મુંબઈ અને થાણેમાં અનેક છેડતીના કેસોમાં તેમના નામો સામે આવ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) પર મુંબઈના પબ, હોટલ અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યા બાદ પરમબીર ચર્ચામાં આવ્યો હતો. તેની સામે મુંબઈ અને થાણેમાં ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે.

ગૃહ પ્રધાન પાટીલે બુધવારે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે પ્રશ્નકાળ દરમિયાન એસપીના અબુ અસીમ આઝમી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે પરમબીર સિંહ વિરુદ્ધ અખિલ ભારતીય સેવા નિયમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગને 28 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને ગંભીર ગુનાઓમાં પરમબીર સિંહ સહિત 30 પોલીસ અધિકારીઓની સંડોવણીની માહિતી મળી હતી. અત્યાર સુધી પરમબીર સિંહ અને ડીસીપી પરાગ મનારેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

mumbai mumbai news param bir singh