મુંબઈને હાશ : ૧૪૦૦ પેશન્ટ્સને અપાશે રેમડેસિવીર

06 July, 2020 08:28 AM IST  |  Mumbai Desk | Arita Sarkar

મુંબઈને હાશ : ૧૪૦૦ પેશન્ટ્સને અપાશે રેમડેસિવીર

5400 રૂપિયા બજારભાવ છે રેમડેસિવીરના એક યુનિટનો

કોરોના વાઇરસના રોગચાળા પર નિયંત્રણ માટે મગાવવામાં આવેલાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને દવાના પુરવઠાનો અમુક હિસ્સો ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં પહોંચ્યો હતો. એમાં ૧૪૦૦ દરદીઓ માટેની રેમડેસિવીર દવાનો પણ સમાવેશ છે. મહાનગરપાલિકા હવે વધારે દવા અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વિદેશથી મગાવવાનાં ટેન્ડર્સની કાર્યવાહી શરૂ કરશે. બે દિવસ પહેલાં રૅપિડ ઍન્ટિજન ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. શહેરમાં હાલમાં ટેસ્ટિંગનો રેટ રોજ ૫૦૦ સૅમ્પલનો છે. એમાં અત્યાર સુધીમાં ક્વૉરન્ટીન સેન્ટર્સમાં ૪૦ દરદીઓનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું કે ‘જે વૉર્ડમાં કેસ વધારે હોય અને કેસનો વૃદ્ધિદર વધારે હોય ત્યાં અમે રૅપિડ ઍન્ટિજન ટેસ્ટિંગ કિટ્સનો ઉપયોગ વધારે કરીએ છીએ. આવતા અઠવાડિયે રોજ ૨૦૦૦ ટેસ્ટ રૅપિડ ઍન્ટિજન કિટ્સ વડે કરવાનું અમારું લક્ષ્ય છે.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ જણાવ્યું કે ‘હાલમાં મહાનગરપાલિકાએ ત્રણ-ચાર દિવસની જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર દવા મગાવી છે. અમે હેટેરો પાસેથી યુનિટદીઠ ૪૨૦૦ રૂપિયાના દરે ૧૪૦૦ દરદીઓને પૂરતી થાય એટલી રેમડેસિવિર દવા મગાવી છે. બે અઠવાડિયાં પછી અમે બજારની સ્થિતિ ચકાસીને જો વધુ ટેન્ડરર્સ સ્પર્ધાના ધોરણે મળે તો અમે વધુ સ્પર્ધાત્મક દરે ખરીદી માટે ટેન્ડર્સ બહાર પાડીશું. એ ઉપરાંત અમે ફાવિપ્રારિર નામની અન્ય અસરકારક દવાના ૨૨,૦૦૦ યુનિટનો ઑર્ડર આપ્યો છે. હાલમાં એકમાત્ર ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક એ દવાનું ઉત્પાદન કરે છે. એનો માર્કેટ-રેટ ૫૪૦૦ રૂપિયા છે.’

mumbai mumbai news arita sarkar