આજે બપોરે રાખડી બંધાવવા પહોંચી જાઓ જોઈ ન શકતી બાળાઓ પાસે

01 August, 2012 05:10 AM IST  | 

આજે બપોરે રાખડી બંધાવવા પહોંચી જાઓ જોઈ ન શકતી બાળાઓ પાસે

સાવ પાતળી પરિસ્થિતિમાં રહેતા પરિવારથી દૂર રહેતી આ બાળાઓ માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી બંધાવવાનો કાર્યક્રમ યોજાયો છે. ભરત ગડાએ કહ્યું હતું કે સમાજના આ કરુણ પાસા વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો જોઈ ન શકતી બાળાઓની થોડી નજીક આવે એ હેતુસર અમે ઓપન રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં કોઈ પણ વયના પુરુષો આજે બપોરે ત્રણ વાગ્યે અહીં આવી શકશે.

 

શું એ પુરુષો પાસે કશી ગિફ્ટ કે ફાળાની અપેક્ષા? એના જવાબમાં નવીન ગાલાએ કહ્યું હતું કે નહીં, ફક્ત થોડો સમય અને બહુબધી કરુણાનો ખપ છે તેમને.

૧૧૨ વર્ષ જૂની આ સ્કૂલમાં અત્યારે પાંચથી ૧૫ વર્ષ સુધીની જોઈ ન શકતી બાલિકાઓ છે. તેઓ અહીં જ રહે છે અને ભણે છે. ભણતર ઉપરાંત મ્યુઝિક, ડાન્સ, સ્ર્પોટ્સ અને ઇતર પ્રવૃત્તિઓમાં પણ તેમને પારંગત બનાવવામાં આવે છે. નાના ગામડામાંથી આવતી અને અત્યંત ગરીબ પરિવારની આ બાળાઓએ આવનારા ભાઈઓ માટે જાતે રાખડી બનાવી છે. વધુ માહિતી માટે ભરત ગડા ૯૮૯૨૫ ૭૪૭૯૯, નવીન ગાલા ૯૮૧૯૦ ૧૩૯૮૮નો સંપર્ક કરી શકાય. ઠેકાણું : શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ, દાદા સાહેબ ફાળકે રોડ,

હિન્દમાતા, દાદર (સે. રે.).

- અલ્પા નિર્મલ