20 August, 2024 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રક્ષાબંધનની ઉજવણી કરી રહેલા મહિલા પોલીસ-કૉન્સ્ટેબલો
સામાન્ય રીતે રક્ષાબંધને રાખડી બાંધતી બહેનની રક્ષાની જવાબદારી ભાઈઓ ઉઠાવતા હોય છે. જોકે ગઈ કાલે રક્ષાબંધનના પવિત્ર પર્વે પાલઘરમાં ઊંધું જોવા મળ્યું હતું. પાલઘરમાં ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટની મહિલા પોલીસ-કૉન્સ્ટેબલોએ રસ્તે ટૂ-વ્હીલર પર જતા, પણ હેલ્મેટ ન પહેરેલા ભાઈઓને રોકીને તેમની રક્ષા માટે હેલ્મેટ ભેટ આપી હતી.