રાજ ઠાકરેને ટાર્ગેટ કરવામાં નરેન્દ્ર મોદી અડફેટમાં

03 October, 2011 09:39 PM IST  | 

રાજ ઠાકરેને ટાર્ગેટ કરવામાં નરેન્દ્ર મોદી અડફેટમાં

 

 

વરુણ સિંહ


મુંબઈ, તા. ૩

હંમેશાં પારકાના ભાણામાં ઘી વધારે જ દેખાય, ગુજરાત કરતાં પણ મુંબઈ શહેર વિકસિત છે એવું કહીને શિવાજી પાર્કના એક કાર્યક્રમમાં તેમણે વિવાદ જગાવ્યો

થોડા સમય પહેલાં એમએનએસ (મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના)ના વડા રાજ ઠાકરેએ ગુજરાતની મુલાકાત લઈને પછી ગુજરાતનાં વખાણ કયાર઼્ એ સંદર્ભમાં રાજ પુરોહિતે કહ્યું હતું કે ‘કુછ લોગોં કો પડોશિયોં કી થાલી મેં જ્યાદા ઘી નજર આતા હૈ. અમુક લોકોને અમદાવાદ કે બૅન્ગલોર વધુ સારાં લાગે છે, પણ મુંબઈ ઘણું વધુ વિકસિત છે એ વાત તેમણે ધ્યાનમાં રાખવી જોઈએ.’

રાજ પુરોહિતે કહ્યું હતું કે જો શ્રેષ્ઠ સુધરાઈ પસંદ કરવા માટેની ચૂંટણી થાય તો મુંબઈની સુધરાઈને લોકો સૌથી વધુ મત આપે. દરમ્યાન આવતા વર્ષના ફેબ્રુઆરીમાં યોજાનારી સુધરાઈની ચૂંટણીઓ માટે શિવસેના સાથેની બેઠક-સમજૂતી બાબતે ૧૨ ઑક્ટોબર સુધીમાં સેના સાથે બેઠકો યોજાવાનું શરૂ થઈ જશે.

રાજ પુરોહિતે કહ્યું હતું કે ગઈ ચૂંટણીમાં અમે ૭૨ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ વર્ષે આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા) પણ યુતિમાં છે એટલે અમારે થોડું સમાધાન કરવું પડશે એ અમે જાણીએ છીએ.

અગાઉ પાણીપૂરીવાળાએ લોટામાં લઘુશંકા કરી હોવાનું પ્રકરણ ઉજાગર કરનારી યુવતીના ચારિત્ર્ય પર આક્ષેપ કરીને રાજ પુરોહિતે ભાંગરો વાટ્યો હતો. ત્યાર બાદ તેમણે આ પ્રકરણે માફી માગી લેતાં મામલો થાળે પડ્યો હતો.