મને ફક્ત મહારાષ્ટ્ર ધર્મ જ સમજાય છે : રાજ ઠાકરે

21 August, 2012 07:59 AM IST  | 

મને ફક્ત મહારાષ્ટ્ર ધર્મ જ સમજાય છે : રાજ ઠાકરે

 

મુંબઈ : તા. 21 ઓગસ્ટ

 

રાજ ઠાકરેના ભાષણની અપડેટ

 

 આઝાદ મેદાન ખાતેથી સભાને સંબોધતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે... 

 

- મહારાષ્ટ્રમાં જ્યારે પણ આવુ બને ત્યારે લોકોએ પોતાની તાકાતનો પરચો આપવો જોઈએ.

- પોલીસ અને પ્રશાસન અમારી દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.

- મુંબઈ પોલીસ કમિશ્નર નહોતા ઈચ્છતા કે એમએનએસની રેલી નિકળે.

- મુંબઈ પોલીસના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ છે.

- મુંબઈ પોલીસ કમિશ્નરે જ અપરાધીઓને છોડ્યા.

- મને રસ્તામાં રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો.

- લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ રેલી કરવાનો હક નથી?

- આઝાદ મેદાનમાં હિંસા થઈ રહી હતી ત્યારે ગૃહમંત્રી આર આર પાટિલ ક્યાં હતાં?

- મુખ્યમંત્રીને પણ આઝાદ મેદાનની પરિસ્થિતિ વિશે પૃચ્છા કરી હતી.

- અમે ક્યારેય મર્યાદા લથી લાંઘી અને ન ઓળંગીશું.

- પોલીશ કમિશ્નરને 11 ઓગષ્ટની હિંસાની પહેલાથી જ જાણકારી હતી.

- 11 ઓગષ્ટે ટોળું હથિયારો સાથે આઝાદ મેદાનમાં આવ્યું હતું.

- આઝાદ મેદાનમાં આવેલા લોકોને મહારાષ્ટ્ર સાથે કોઈ જ સંબંધ ન હતો.

- મુંબઈમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ છુપાયેલા છે.

- મુંબઈ હિંસા બાદ બાંગ્લાદેશી પાસપોર્ટ મળ્યો હતો.

- મુંબઈ બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ગયું છે.

- પોલીસને માર ખાવા પર મજબુર કરે છે ગૃહમંત્રી પાટિલ.

- એસીપી વસંત ઢોબળેની કાર્યવાહીને પણ વખોડી.

- છેલ્લા બે દિવસથી મીડિયામાં અહેવાલો હતાં કે રાજ ઠાકરે હિન્દુત્વવાદ તરફી થઈ રહ્યાં છે, પરંતુ જો પોલીસને કોઈ મારે તો તે કોઈ પણ ધર્મનો હોય તેને ત્યાંને ત્યાંજ મારવો જોઈએ : રાજ ઠાકરે

- મને ફક્ત મહારાષ્ટ્ર ધર્મ જ સમજાય છે : રાજ ઠાકરે

- આજની રેલી ફક્તને ફક્ત પોલીસને સપોર્ટ અને તેમનો ઉત્સાહ વધારવા માટે હતી.

- આવી ઘટના ભવિષ્યમાં ક્યારે પણ બનશે તો આપણી આ જ તાકાત દેખાડવાની રહેશે.

- હું તમને જ્યારે બોલાવું ત્યારે તમે મારી પડખે ઉભા રહેજો, જય હિન્દ, જય મહારાષ્ટ્ર !!! 

 

આજે બપોરે રાજ ઠાકરે શિવાજી પાર્ક ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી નિકળી સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરીને રાજ ઠાકરે આઝાદ મેદાન માટે માર્ચ શરૂ કરી હતી. ગિરગાંવ ચૌપાટીથી શરૂ કરી મરીન લાઈન્સ, મેટ્રો સિનેમા થઈને આઝાદ મેદાને પહોંચ્યા હતા. જ્યાં રાજ ઠાકરે એકત્ર થયેલી જનમેદનીને સંબોધી.

 

આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે. પોલીસની મંજૂરી ન મળી હોવા છતાં રાજ ઠાકરે પોતાના વલણ પર મક્કમ રહ્યાં હતાં. આ રેલીને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 15000 જેટલા સુરક્ષાજવાનો અગાઉથી ખડેપગે રાખવામાં આવ્યા હતાં.

 

ગત 11મી ઓગષ્ટના રોજ આઝાદ મેદાન ખાતે થયેલા હિંસાચાર અને પોલીસ તથા મીડિયા પરના હુમલાના વિરોધના ભાગરૂપે એમએનએસએ વિશાલ રેલીનું આયોજન કર્યું હતું. એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરેએ આ હિંસાચાર માટે મુંબઈ પોલીસ કમિશ્નર અને ગૃહરાજ્ય મંત્રી આર આર પાટીલને જવાબદાર ઠેરવી તેમના સ્વૈચ્છિક રાજીનામાંની માંગણી કરી હતી.


વિડીયો માટે ક્લિક કરો અહીં

 

રેલીની અપડેટ્સ :


- થોડા સમયમાં જ મંચ પર આવશે રાજ ઠાકરે અને પોતાનું ભાષણ આપશે

- મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ આઝાદ મેદાન પર જોવા મળી રહી છે

 - અહીં રાજ ઠાકરે સભા સંબોધશે

- રાજ ઠાકરે સમર્થકોની સાથે આઝાદ મેદાન પર પહોંચ્યા

- રેલીમાં લગભગ 30 હજાર લોકો હાજર : પોલીસ

- બ્લેક એન્ડ વ્હાઈટ કપડાંમાં રાજ ઠાકરે ચાલી રહ્યાં છે

- સમર્થકોની સાથે ચાલી રહ્યાં છે રાજ ઠાકરે

- મરીન ડ્રાઈવ પર 2 કિમી લાંબો ટ્રાફિક જામ

- રાજ ઠાકરે મોરચો લઈને આઝાદ મેદાન તરફ રવાના

- માર્ચની શરૂઆત થઈ

- ગિરગાંવથી આઝાદ મેદાન સુધી માર્ચ કરવામાં આવશે

- પોતાની કારમાં રાજ ઠાકરે ગિરગાંવ ચોપાટી પર પહોંચ્યા

- સિદ્ધિ વિનાયકના દર્શન કરી રાજ ગિરગાંવ ચોપાટી જવા રવાના

- ચોપાટી પર હજારોની સંખ્યામાં સમર્થકો હાજર

- રેલીના રૂટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત

- મોટી સંખ્યામાં સમર્થકો રેલીમાં હાજર

- રાજ ઠાકરે શિવાજી પાર્ક ખાતેના પોતાના ઘરેથી સિદ્ધિવિનાયકના દર્શને રવાના

 

વિડીયો