ઉદ્ધવ ઠાકરેની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી, રાજ ઠાકરે ખડેપગે

20 July, 2012 06:55 AM IST  | 

ઉદ્ધવ ઠાકરેની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી, રાજ ઠાકરે ખડેપગે


મુંબઈ : તા. 20 જુલાઈ

છેલ્લા કેટલાક દિવસથી બિમાર ચાલી રહેલા ઉદ્ધવ ઠાકરેને આજે ફરી લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ઉદ્ધવ ઠાકરેને હ્યદયની ધમનીઓમાં અવરોધ છે. આ અગાઉ તેમને ગત 16 જુલાઈના રોજ છાતીના દુ:ખાવાની ફરિયાદ બાદ લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પરિક્ષણ દરમિયાન તેમના હ્યદયની ધમનીઓમાં ત્રણ જગ્યાએ ખામી હોવાનું માલુમ પડ્યું હતું. તબિબોએ તેમને એંજિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી હતી.

ગત 16મી જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાની જાણ થતાં જ રાજ ઠાકરે તેમની ખબર કાઢવા માટે પહોંચી ગયાં હતાં. રાજકીય મતભેદો ભુલી રાજ ઠાકરે ઉદ્ધવને ખુદ કાર ચલાવીને માતોશ્રી લઈ ગયા હતાં. આ ઘટના બાદ બંને ભાઈઓમાં રાજનૈતિક સમજુતી થઈ જશે તેવા અહેવાલો વહેતા થયાં હતાં. તેવામાં થોડા જ દિવસમાં એજ ઘટનાના પુનરાવર્તને લઈને બંને ભાઈઓમાં ફરી રમજુતીની વાતને વેગ મળ્યો છે.

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સારા સ્વાસ્થ્ય માટે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં શિવ સૈનિકો દ્વારા પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.