Mumbai Localમાં પ્રવાસ કરનારા માટે ખુશખબર! હવે સસ્તી થશે લોકલ એસી ટ્રેનની ટિકિટ

17 October, 2021 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેલવે બૉર્ડે આ પ્રસ્તાવ આપ્યો છે કે મુંબઇમાં એસી લોલકની સિંગલ જર્નીનું ભાડું ઓછું થવું જોઇએ. રેલવે બૉર્ડે કહ્યું કે મુંબઇમાં ચાલતી મેટ્રો ટ્રેનના ભાડાંના આધારે નક્કી કરવું જોઇએ.

પ્રતીકાત્મક તસવીર

મુંબઇકર માટે ખૂબ જ આનંદના સમાચાર છે. મુંબઇની લાઇફલાઇન માનવામાં આવતી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખુશખબર છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા હવે એસી ટ્રેનમાં પ્રવાસ કરવું હજી સસ્તુ થવાનું છે. હકીકતે, રેલવે બૉર્ડે આ પ્રસ્તાવ આપ્યો છે કે મુંબઇમાં એસી લોલકની સિંગલ જર્નીનું ભાડું ઓછું થવું જોઇએ. રેલવે બૉર્ડે કહ્યું કે મુંબઇમાં ચાલતી મેટ્રો ટ્રેનના ભાડાંના આધારે નક્કી કરવું જોઇએ.

ભાડામાં થઈ શકે છે ઘટાડો
જણાવવાનું કે જો રેલવે બૉર્ડનો આ પ્રસ્તાવ પાસ થાય છે, તો મુંબઇના લોકોને એસીમાં સિંગલ જર્નીના પ્રવાસ માટે 10 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવે. એટલે કે ભાડામાં ઘણો ઘટાડો આવી શકે છે. હાલ  પ્રવાસીઓને આ માટે 65 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનું ભાડું આપવું પડે છે. પણ આ પ્રસ્તાવમાં સીઝન ટિકિટના ભાડમાં ફેરફાર કરવામાં આવ્યા નથી.

રેલવે કૉર્પોરેશન બહાર પાડશે ટેન્ડર
રેલવે બૉર્ડે કહ્યું છે કે આ નિર્ણયને કારણે ટ્રેનોમાં પીક અને નૉન પીક આવર્સમાં પણ સારા પ્રવાસીઓ મળશે અને લોકોને પ્રવાસ કરવામાં પણ ફાયદો થશે. આ સિવાય મુંબઇના રેલવે વિકાસ કૉર્પોરેશનમાં પણ ટૂંક સમયમાં 238 એસી ટ્રેન માટે ટેન્ડર બહાર પાડશે. આથી રેલવે અને પ્રવાસી બન્નેને સુવિધા મળશે.

રેલવે બૉર્ડના આ પ્રસ્તાવિત નિર્ણયથી એસી ટ્રેનના ભાડાં પર પડશે અસર

5 કિમી - 65 રૂપિયા (હાલ), 10 રૂપિયા (પ્રસ્તાવિત) 
10 કિમી - 65 રૂપિયા (હાલ), 20 રૂપિયા (પ્રસ્તાવિત) 
15 કિમી - 90 રૂપિયા (હાલ), 30 રૂપિયા (પ્રસ્તાવિત) 
20 કિમી - 135 રૂપિયા (હાલ), 40 રૂપિયા (પ્રસ્તાવિત)
25 કિમી - 135 રૂપિયા (હાલ), 50 રૂપિયા (પ્રસ્તાવિત) 
30 કિમી - 175 રૂપિયા (હાલ), 60 રૂપિયા (પ્રસ્તાવિત)
35 કિમી - 180 રૂપિયા (હાલ), 70 રૂપિયા (પ્રસ્તાવિત)
40 કિમી - 190 રૂપિયા (હાલ), 80 રૂપિયા (પ્રસ્તાવિત)
55 કિમી - 205 રૂપિયા (હાલ), 80 રૂપિયા (પ્રસ્તાવિત)
60 કિમી - 220 રૂપિયા (હાલ), 80 રૂપિયા (પ્રસ્તાવિત)

mumbai news Mumbai mumbai local train mumbai trains