ઇયરફોન લગાવીને ટ્રેનના પાટા ક્રૉસ કરનારા લોકોનો ફોટો પાડવામાં આવશે

27 October, 2012 06:05 AM IST  | 

ઇયરફોન લગાવીને ટ્રેનના પાટા ક્રૉસ કરનારા લોકોનો ફોટો પાડવામાં આવશે




વળી જો કોઈ પ્રવાસી ફરી પાછો આ જ ગુનાસર પકડાય તો અગાઉ કરતાં પણ વધુ દંડની રકમ વસૂલ કરવામાં આવશે. પરિણામે રેલવેના પાટા ઓળંગનારા પ્રવાસીઓની આવી પ્રવૃત્તિને અટકાવી શકાય. લોકલ ટ્રેનમાં એક વર્ષમાં થતા વિવિધ અકસ્માતોના બનાવોમાં અંદાજે ૫૦૦૦ લોકો મરણ પામે છે, જેમાં પાટા ઓળંગતી વખતે મરણ પામનારાઓની સંખ્યા સૌથી વધારે છે. એમાં પણ પાટા ઓળંગતી વખતે મોબાઇલ ફોન કે અન્ય ગૅજેટમાંથી ઇયરફોન લગાવીને પાટા ઓળંગતી વખતે થનારા અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.

ઇયરફોન લગાવીને પાટા ઓળંગનારને લોકલ ટ્રેનનું હૉર્ન સંભળાતું નથી. વળી અન્ય પ્રવાસીઓની બૂમો પ્રત્યે પણ તે બેધ્યાન રહે છે. તેથી અકસ્માતની શક્યતા વધુ રહે છે. તેથી જ ઇયરફોન લગાવીને પાટા ઓળંગનારાઓ વિરુદ્ધ આ વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.