રેલવે પ્રોટેક્શન ફોર્સે ૬ મહિનામાં મુંબઈમાંથી ૩૮૧ બાળકોને બચાવ્યાં

22 July, 2022 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા ‘નન્હે ફરિશ્તે’ નામનું અભિયાન ચલાવાય છે.

તસવીર: આઈસ્ટોક


મુંબઈ : રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા ‘નન્હે ફરિશ્તે’ નામનું અભિયાન ચલાવાય છે. છેલ્લા છ મહિનામાં એણે મુંબઈ ડિવિઝનમાંથી અને એમાં પણ માત્ર સેન્ટ્રલ રેલવેમાંથી ૩૮૧ બાળકોને બચાવી લીધાં છે. એમાં ૨૭૦ છોકરાઓ અને ૧૧૦ છોકરીઓનો સમાવેશ થાય છે. આરપીએફના જવાનો આવાં બાળકોની સાથે વાત કરે છે, તેમની સમસ્યાઓ પૂછે છે, તેમને ખાવા-પીવાનું આપે છે અને તેમની સાથે સમજાવટથી કામ લઈને ફરી તેમનો મેળાપ તેમના પરિવાર સાથે કરાવે છે. ઘણી વાર બહુ દૂરના ગામમાં સંપર્ક ન થાય ત્યાં સુધી તેમને એનજીઓ દ્વારા ચલાવાતા રેસ્ક્યુ હોમમાં પણ રાખવામાં આવે છે. મા-બાપને જ્યારે બાળકો પાછાં મળે છે ત્યારે તેઓ પોલીસના જવાનોનો દિલથી આભાર માને છે. આમ રેલવેની સુરક્ષા સંભાળતી આરપીએફ દ્વારા સામાજિક કામ પણ કરવામાં આવે છે. 

mumbai news mumbai