લડકી મિલેગી...

12 January, 2021 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લડકી મિલેગી...

થાણે-પનવેલ રૂટ પર ચાલતી લોકલ ટ્રેનમાં ગઈ કાલે ફર્સ્ટ ક્લાસના ડબ્બાની સીટ પર કોઈ વ્યક્તિ મોબાઇલ-નંબર સાથે ‘લડકી મિલેગી’ લખીને જતાં રેલવેએ એની તપાસ શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે એક જ સીટ પર આ લખવામાં નહોતું આવ્યું.

આ ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે થાણેથી વાશી તરફ પ્રવાસ કરતા એક યુવકે પોલીસનું ધ્યાન દોર્યું હતું. જોકે સેન્ટ્રલ રેલવેએ આવું કૃત્ય કરનારને પકડવા માટે કમર કસી છે.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આની તપાસ કરવા માટે અમે રેલવે પોલીસને કહ્યું છે. જેણે પણ આ લખ્યું હશે તેના પર નુકસાનીનો અને અશ્લિલતાનો કેસ નોંધવામાં આવશે. પોલીસે પોતાની રીતે કામ કરી પહેલાં આ લખેલું મિટાવી નાખ્યું છે. ત્યાર બાદ તેમણે આગળની તપાસ હાથ ધરી છે.’

થાણે રેલવે પોલી સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ લખેલું ધ્યાનમાં આવતાં અમને એને મિટાવવા માટે ૪૦ મિનિટ ગઈ હતી. ફર્સ્ટ ક્લાસના બે ડબ્બાઓમાં આવું લખાણ મળી આવ્યું છે. હાલમાં અમે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તેમ જ આ નંબર કોનો છે એની પણ તપાસ ચાલુ છે.’

mumbai mumbai news mumbai local train thane panvel