પ્લૅટફૉર્મ ટિકિટ માટે ૫૦ નહીં, ૧૦ રૂપિયા જ હવે ચૂકવવા પડશે

23 June, 2021 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનામાં સ્ટેશન પર ગિરદી ટાળવા માટે વધારવામાં આવેલો ભાવ પૂર્વવત્ કરાયો

ફાઈલ તસવીર

મુંબઈમાં કોરોનાના કેસ વધતા હોવાથી પ્લૅટફૉર્મ પરની ગિરદી ટાળવા માટે ૧૧ માર્ચથી પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ ૧૦ રૂપિયાથી વધારીને ૫૦ રૂપિયા કરી દેવાયા હતા. એ હવે ફરી પાછા ૧૦ રૂપિયા કરી દેવાયા છે.

બહારગામ જતા પરિવારજનો કે સંબંધીઓને સામાન લઈને પ્લૅટફૉર્મ સુધી વળાવવા જતા અનેક મુંબઈગરાઓ પ્લૅટફૉર્મ ટિકિટના ૫૦ રૂપિયા થઈ જતાં સ્ટેશનની બહારથી જ સંબંધીઓને અને પરિવારજનોને વળાવી દેતા હતા. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ૧૬થી ૧૮ ડબ્બા લાગતા હોવાથી ભારે સામાન સાથે પ્લૅટફૉર્મ પર પોતાના ચોક્કસ ડબ્બા સુધી પહોંચવામાં ઘણી વાર પ્રવાસીઓને હાડમારી ભોગવવી પડતી હતી. એમાં પણ સિનિયર સિટિઝનોની હાલત ખરાબ થઈ જતી હતી. હવે ફરી એક વખત પ્લૅટફૉર્મ ટિકિટના ૧૦ રૂપિયા કરી દેવામાં આવતાં સ્વજનોને અને સિનિયર સિટિઝનોને પ્લૅટફૉર્મ પર ખચકાટ વગર મૂકવા જઈ શકાશે.

1,02,46,862

છેલ્લાં ત્રણ વર્ષમાં રેલવેએ મુંબઈ ડિવિઝનમાં આટલી પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ કર્યું છે.

11,35,69,460

છેલ્લાં ત્રણ વર્ષમાં રેલવેએ મુંબઈ ડિવિઝનમાં પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણમાંથી આટલી આવક કરી છે.

mumbai mumbai news mumbai trains