હાર્બર લાઇનના લોકો માટે ડૉકયાર્ડ રોડ છેલ્લું સ્ટેશન બની રહેશે?

31 October, 2014 03:37 AM IST  | 

હાર્બર લાઇનના લોકો માટે ડૉકયાર્ડ રોડ છેલ્લું સ્ટેશન બની રહેશે?




૧૨૫ વર્ષ જૂના વર્લ્ડ હેરિટેજ રેલવે-સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસને કદાચ હાર્બર લાઇનની હદમાંથી બહાર મૂકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આમ થયું તો હાર્બર લાઇનમાં પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓ માટે ડૉકયાર્ડ રોડ સ્ટેશન અંતિમ સ્ટૉપ બની જશે. રેલવે, પોર્ટ ટ્રસ્ટ, મુંબઈ રેલ વિકાસ કૉપોર્રેશન અને અન્ય આવી ઑથોરિટીઓ વચ્ચે ચાલી રહેલા ડિસ્કશન મુજબ શક્યતા છે કે હાર્બર લાઇનને ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર ટૂંકાવી દેવામાં આવે. ઘ્લ્વ્-કુર્લા વચ્ચેના પટ્ટામાં પાંચમી અને છઠ્ઠી લાઇનને સમાવવા માટે આ વિચાર કરવામાં આવી રહ્યો છે.

જેમને આ બાબતની જાણકારી છે એવા એક સિનિયર રેલવે-ઑફિસરનું કહેવું હતું કે ‘ઘ્લ્વ્-પરેલ વચ્ચે જગ્યાનો અભાવ એ સૌથી મોટી મુશ્કેલી છે. સાઉથ તરફ જતાં એ વધુ કૉમ્પ્લીકેટેડ થતી જાય છે. આ કારણે અમે ટ્રેનોને ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર રોકવાનો અને ત્યાંથી પ્રસ્તાવિત વડાલા-બૅલાર્ડ એસ્ટેટ હાર્બર લાઇન તરફ વાળવાનો વિકલ્પ વિચારી રહ્યા છીએ.’

ડૉકયાર્ડ રોડ સ્ટેશનથી બૅલાર્ડ એસ્ટેટ તરફ ફંટાનારો આ નવો સબર્બન કૉરિડોર પાર્ટ્લી મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીન પર બાંધવામાં આવશે. સૂત્રોનું કહેવું હતું કે પોર્ટમાં ઑલરેડી અંદર રેલ-ટ્રૅક્સ છે જેનો ઉપયોગ ગુડ્સ ટ્રેન દ્વારા કરવામાં આવે છે. જોકે આ ટ્રૅક્સનો ઉપયોગ નિયમિતપણે નથી કરવામાં આવતો. ત્યાં બે રેલ-લાઇન નાખી શકાય એ માટે જરૂરી જગ્યા પણ છે.

આ આઇડિયાને કારણે સત્તાવાળાઓ ડૉકયાર્ડ રોડ સ્ટેશન અને સૅન્ડહસ્ર્ટ રોડ વચ્ચે પ્રવાસીઓ માટે સ્કાયવૉક બનાવવાનું પણ વિચારી રહ્યા છે. આ કારણે પ્રવાસીઓ સૅન્ડહસ્ર્ટ રોડ સુધી ચાલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ માટે મેઇન લાઇનની ટ્રેન પકડી શકે છે. એ ઉપરાંત હાર્બર લાઇનમાં બૅલાર્ડ એસ્ટેટ સુધી પ્રવાસ કરવાનો વિકલ્પ તો હશે જ.