ખોપોલીની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બેનાં મોત, 6 ઘાયલ

06 November, 2020 09:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ખોપોલીની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બેનાં મોત, 6 ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

રાયગઢ જિલ્લામા પુણે-પેન રોડ પર આવેલી જેશનોવા ફાર્માસિયુટિકલ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સ પ્રાઇવેટલિમિટેડની ફેક્ટરીમા ગઈ કાલે પરોઢિયે ૨.૫૫ વાગ્યે જબરદસ્ત વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. એ જોરદાર ધડાકાને કારણે બાજુની ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડના પરિવાર જેમાં રહેતો હતો એ કાચો શેડ તુટી પડ઼તા સિક્યોરીટી ગાર્ડની પત્નીનું તેમાં મોત થયું હતું અન્ય એક્ વ્યક્તિ પણ આ બ્લાસ્ટમાં મૃત્યુ પામી હતી.

આ વિશે માહિતી આપતા ખોપોલી પોલીસે મિડ-ડે ને કહ્યું હતું કે ‘રાતના ૨.૫૫ વાગ્યે આ ઘટનાં બની હતી. ધડાકા બાદ આગ લાગી હતી. આ આગમાં બાજુની ફેકિટરીના વોચમેનની ૩૨ વર્ષની પત્ની વૈષ્ણવી ઉર્ફ સપના કૃષ્ણા નિવબાને અને ફેકટરીની બાજુમાં જ ઘર બનાવીને રહેતા અનવર નામના ઇસમનો મોત થયા હતા.બીજા પાંચ જણ જેમાં વોચમેનના બાળકોનો સમાવેશ થાય છે એમને પણ નાની મોટી ઇજા થઇ હતી પણ તેમને સારાવાર આપી રજા આપી દેવાઈ હતી. રાતે 2.55 વાગ્યે લાગેલી આગ પર સવારના ૬ વાગ્યે કાબુ મેળવી લેવાયો હતો. કંપનીનો માલિક હાલ પોલીસને નથી મળી આવ્યો એ પોલીસથી નાસતો ફરી રહ્યો છે.’

પુણે-પેન રોડ પર ઢેકુ ખાતે આવેલી આરકોસ ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસેસના પ્લોટનંબર 26માં આવેલી જેશનોવા ફાર્માસિયુટિકલ એન્ડ સ્પેશિયલ કેમિકલિસ પ્રા.લિ. મા ધડાકા સાથે આગ ફીટી નીકળી હતી. ધડાકો એટલો મોટો હતો કે તેની અસર આજુબાજુની 21,24 અને 25 નંબર પ્લોટ પર આવેલી કંપનીઓને પણ થઇ હતી.ઘટનાની જાણ થતા ખોપોલી ફાયર બ્રિગેડના ફાયરએન્જિન તો ઘટનાસ્થળે ધસી જ ગયા હતા. પણ એ ઉપરાંત રિલાયન્સ, ઉત્તમ સ્ટીલ , ટાટા સ્ટીલ કંપીનાના પ્રાઇવેટ ફાયર એન્જિન પણ આગ ઓલવવા દોડી ગયા હતા. મધરાત બાદ 2.55 લાગેલી આગ પર ભારે જહેમત બાદ સવારના 6 વાગ્યે કાબુ મેળવી શકાયો હતો. આગ શા કારણે લાગી એની તપાસ ફાયરબ્રિગેડ દ્વારા ચાલી રહી હતી.

mumbai mumbai news khopoli raigad