મુંબઈમાં હુક્કાપાર્લર પર રેઇડ: ૪૨ જણ સામે ગુનો નોંધાયો

07 February, 2021 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં હુક્કાપાર્લર પર રેઇડ: ૪૨ જણ સામે ગુનો નોંધાયો

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે વહેલી સવારે અંધેરીની એક હોટેલની ટેરેસ પર ચલાવાતા હુક્કા પાર્લર પર રેઇડ પાડીને ૪૨ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે પાડવામાં આવેલી રેઇડમાં ક્રાઇમ ઇન્ટેલિજન્સ એકમે નોંધ્યું હતું કે અંદાજે ૨૭ ગ્રાહકોને હુક્કા આપવામાં આવી રહ્યા હતા, જેમાં તમાકુ મિશ્રિત હતું.  આ ઉપરાંત સંબંધિત સ્થળેથી વિવિધ સુગંધના હુક્કા, પૉટ (હુક્કાના વાસણો), સિગારેટ  તેમ જ અન્ય ઉપકરણો જપ્ત કરાયાં હતાં.

mumbai mumbai news andheri