વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા કૉન્ગ્રેસના રાધાક્રિષ્ન વિખે-પાટીલ

24 December, 2014 05:18 AM IST  | 

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા કૉન્ગ્રેસના રાધાક્રિષ્ન વિખે-પાટીલ


સ્પીકર હરિભાઉ બાગડેએ જાતે પાટીલના નામની જાહેરાત કરી હતી. પાટીલને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના જૂથનેતા અને પ્રધાન એકનાથ શિંદે, ફ્ઘ્ભ્ના નેતા અજિત પવાર અને વિધાનસભાના સૌથી વરિષ્ઠ સભ્ય ગણપતરાવ દેશમુખ તેમની ખુરસી સુધી દોરી ગયા હતા. સ્પીકરે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે કૉન્ગ્રેસી નેતા માણિકરાવ ઠાકરે અને રાધાક્રિષ્ન વિખે-પાટીલ તથા ફ્ઘ્ભ્ નેતા આર. આર. પાટીલનાં નામો વિરોધ પક્ષના નેતાપદ માટે આવ્યાં હતાં. સ્પીકરે કાનૂની નિષ્ણાતની સલાહ લઈ વિખે-પાટીલનું નામ નક્કી કર્યું હતું. તમામ વિધાનસભ્યોએ વિખે-પાટીલને અભિનંદન આપ્યાં હતાં, જેના જવાબમાં વિખે-પાટીલે જણાવ્યું હતું કે તેઓ વિધાનસભ્યોની અપેક્ષાઓ પૂરી કરવા પ્રયાસ કરશે અને તેમનો વિરોધ માત્ર વિરોધ કરવા ખાતર નહીં હોય. સ્પીકરે પણ વિખે-પાટીલને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે તેમના ઉપરોક્ત વિચારો જાણી તેમને આનંદ થયો છે.