પરંપરાને ઉજવતો 'પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ' નો ૧૨મો વસંતોત્સવ

04 March, 2021 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પરંપરાને ઉજવતો 'પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ' નો ૧૨મો વસંતોત્સવ

12માં વસંતોત્સવની વર્ચ્યુલ ઉજવણી

એમ.એમ.પ્યુપિલ્સ ઓન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટ સતત ૧૨ વર્ષથી ગુજરાતી માધ્યમની શાળાને પ્રાણવાયુ પૂરો પાડે છે. ટ્રસ્ટ દ્વારા શાળામાં હાલ ભણતા બાળકોની શૈક્ષણિક, આર્થિક અને આરોગ્યની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટના જ નેજા હેઠળ આર્થિક સહાયના હેતુથી ઉજવાતો ફંડ રેઝર કાર્યક્રમ ‘વસંતોત્સવ’ આ વર્ષે પરંપરાને સત્કારવા અને ઉજવવા યોજાયો છે. કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને એમની ત્રણ પેઢીના કુટુંબીજનો હિન્દી-ગુજરાતી ગીતોનો જલસો કરાવશે. કપરા સંજોગોને ધ્યાનમાં રાખી તારીખ 6 માર્ચ 2021ના રોજ સાંજે સાડા સાત વાગ્યાથી આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી પ્યુપિલ્સ ઓન ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

mumbai mumbai news