હવે જલંધરની એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, વિરોધમાં પ્રદર્શન

21 September, 2022 05:34 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

મોહાલીની (Mohali) એક ખાનગી યૂનિવર્સિટીમાં (Private University) થયેલા MMS કાંડ બાદ વિવાદ હજી પણ શાંત પણ નહોતો થયો કે હવે જલંધરની પ્રાઈવેટ યૂનિવર્સિટીમાં (Jalandhar Private University) એક વિદ્યાર્થીએ આપઘાત (Student Suicide) કરી લીધો છે.

પ્રતીકાત્મક તસવીર

મોહાલીની (Mohali) એક ખાનગી યૂનિવર્સિટીમાં (Private University) થયેલા MMS કાંડ બાદ વિવાદ હજી પણ શાંત પણ નહોતો થયો કે હવે જલંધરની પ્રાઈવેટ યૂનિવર્સિટીમાં (Jalandhar Private University) એક વિદ્યાર્થીએ આપઘાત (Student Suicide) કરી લીધો છે. આને લઈને યૂનિવર્સિટીમાં પ્રદર્શન થયું છે. કપૂરથલા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ખાનગી યૂનિવર્સિટીમાં સાંતે 5.30 વાગ્યે એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. જેના પછી તરત પોલીસે રૂમ સીલ કરી દીધો. ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં મરનાર વિદ્યાર્થીએ અનેક કારણ લખ્યા છે.

મૃતક વિદ્યાર્થીના પરિવારના સભ્યોને આ ઘટના વિશે સૂચના પણ આપવામાં આવી છે અને તે ટૂંક સમયમાં જ ત્યાં પહોંચી જશે. પોલીસે કહ્યું કે આ મામલે જે પણ આગામી કાર્યવાહી થશે, તે વિશે માહિતી આપવામાં આવશે. જ્યારે એસડીએમ ફગવાડાએ કહ્યું કે દુઃખદ ઘટના છે. તેમણે ખાનગી યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે અને વિદ્યાર્થીઓ તેના પર વિશ્વાસ ન કરે. તેમણે ખાનગી યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને એ પણ અપીલ કરી છે કે તે શાંતિ જાળવે. તો ખાનગી યૂનિવર્સિટીએ પણ આપઘાતની ઘટના પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, સુસાઈડ નોટ પ્રમાણે આપઘાત ખાનગી કારણોસર થઈ છે. યૂનિવર્સિટી પ્રશાસન તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.

આ પણ વાંચો : મોહાલી MMS કાંડ: શું મુંબઈ સાથે પણ છે કનેક્શન? પોર્ન સાઈટ એંગલથી પણ થશે તપાસ

નોંધનીય છે કે મોહાલીની એક ખાનગી યૂનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ લગભગ 60 વિદ્યાર્થિનીઓના નહાતી વખતના વીડિયો બનાવીને એક વ્યક્તિને મોકલી દીધા. આની માહિતી સામે આવ્યા પછી વિદ્યાર્થીઓએ વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. પોલીસ અધિકારીએઓ જ્યારે આ મામલે કડક કાર્યવાહીનો વિશ્વાસ અપાવ્યો ત્યારે વિદ્યાર્થીઓનું પ્રદર્શન થોભ્યું. પછીથી મામલે નવો વળાંક લીધો, જ્યાં કેટલીક વિદ્યાર્થિનીઓએ આરોપ મૂક્યો કે તેમને કેનેડાના નંબર પરથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

national news jalandhar Crime News