પૉલિટિકલ કાર્ટૂનિસ્ટ હતો ત્યારે કોઈએ મારી ડિગ્રી પૂછી નથી: રાજ ઠાકરે

05 February, 2020 10:55 AM IST  |  Pune

પૉલિટિકલ કાર્ટૂનિસ્ટ હતો ત્યારે કોઈએ મારી ડિગ્રી પૂછી નથી: રાજ ઠાકરે

રાજ ઠાકરે

પુણેની ઝીલ એજ્યુકેશન સોસાયટીએ યોજેલી કાર્ટૂન ડ્રૉઇંગ કૉમ્પિટિશનનું ઉદ્ઘાટન કરતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘કલાકારને કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી. પૉલિટિકલ કાર્ટૂનિસ્ટની કામગીરી માટે મારી શૈક્ષણિક લાયકાત - ડિગ્રી કોઈએ પૂછી નથી. હું મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટ્સમાં ભણતો હતો, પરંતુ ત્રણ વર્ષ પછી મેં ત્યાં ભણવાનું છોડી દીધું. હું મારા કાકા (શિવસેનાના સ્થાપક) બાળાસાહેબ ઠાકરે અને મારા પિતા શ્રીકાંત ઠાકરે પાસે ચિત્રકારી અને કાર્ટૂનની કળા શીખ્યો છું. અત્યાર સુધી કોઈએ મને કલાકાર તરીકેની શૈક્ષણિક લાયકાત કે ડિગ્રી વિશે પૂછ્યું નથી.’

રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘દરેક બાળકમાં એક કે બીજી કળાનું કૌશલ્ય હોય છે. એ ફક્ત ચિત્રકળા નહીં, અન્ય કૌશલ્ય પણ હોઈ શકે છે. એ કૌશલ્યને પોષવા-પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. તમારામાંથી કેટલાં બાળકો કલાકાર બનશે એ હું જાણતો નથી, પરંતુ દરેક વ્યક્તિમાં કળાનો એકાદ ગુણ તો હોય જ છે. એને પ્રોત્સાહન આપો, કારણ કે બહારની દુનિયામાં ડિગ્રીનું મહત્વ છે.’

pune news pune raj thackeray maharashtra navnirman sena