Pune Crime: આશિકે પોતાની પ્રૅગનન્ટ થયેલી ગર્લફ્રેન્ડને રબડી ખવડાવવાને બહાને ગર્ભપાત કરાવ્યો

11 July, 2025 06:57 AM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Crime: હિંઝવડીમાં એક નબીરાએ તેની ગર્લફ્રેન્ડને રબડીમાં ગર્ભપાતની ગોળીઓ નાખીને આપી હતી. પીડિતા યુવતી વ્યવસાયે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટર છે

પ્રતીકાત્મક તસવીર

પૂણેમાંથી ચોંકાવનારા સમાચાર (Pune Crime) મળી રહ્યા છે. હિંઝવડીમાં એક નબીરાએ તેની ગર્લફ્રેન્ડને રબડીમાં ગર્ભપાતની ગોળીઓ નાખીને આપી હતી. 

કોલેજના સમયથી એકબીજાની નજીક આવ્યાં હતાં બંને

રિપોર્ટ પ્રમાણે એક એન્જિયનર યુવકે સૌ પ્રથમ તો યૌન શોષણ કર્યું હતું ત્યારબાદ પોતાની પ્રેમિકાને ફસાવીને ગર્ભપાત કરાવ્યો હતો. પીડિતા યુવતી વ્યવસાયે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટર છે. આદર્શ વાલ્મીક મેશરામને તે કોલેજના દિવસોથી જયંતી હતી. આ બંને વર્ષ ૨૦૧૮થી રિલેશનશિપમાં હતાં. આરોપી આદર્શ પૂણેમાં એક ખાનગી આઇટી કંપનીમાં એન્જિનિયર છે. 28 વર્ષીય પીડિતા અને 28 વર્ષીય આરોપી આદર્શ કોલેજના સમયથી એકબીજાની નજીક આવ્યાં હતાં. 

Pune Crime: આદર્શે તેની પ્રેયસીનું તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને અનેકવાર યૌન શોષણ કર્યું હતું. પણ જ્યારે જ્યારે પીડિતા તેની સાથે લગ્નની વાત કરતી ત્યારે ત્યારે તે કોઈપણ બહાનાં આપીને છટકી જતો હતો. ઉપરથી પીડિતાની સાથે આદર્શે મારપીટ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લગ્નની વાત આવે તો આરોપી ના પાડતો 

પીડિતાએ પોલીસને જણાવ્યા અનુસાર આદર્શે વર્ષ ૨૦૨૪માં એક હોટલમાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંનેના લગ્ન થયા ન હોવાથી પીડિતાએ ના પાડવા છતાં આદર્શે જબરદસ્તી કરીને તેને શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું હતું. જૂન મહિનામાં આદર્શનો બર્થડે હોવાથી પીડિતા યવતમાળથી પૂણે પણ આવી હતી. જોકે, ત્યારે આદર્શના મોબાઇલમાંથી અન્ય છોકરીઓ સાથેના સંબંધોના પુરાવા મળી આવ્યા હતા. ત્યારે જઈને પીડિતાને લાગ્યું કે તેની સાથે આદર્શે છેતરપિંડી કરી છે. શારીરિક સંબંધો બાંધ્યા હોવાથી તે પ્રેગ્નન્ટ હતી. એટલે પીડિતાએ આદર્શને તેની સાથે પરણી જવા કહ્યું હતું ત્યારે આદર્શે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

પીડિતાએ દાવો (Pune Crime) કર્યો હતો કે આદર્શે રબડીમાં ગર્ભપાતની ગોળીઓ ભેળવીને તેને ખવડાવી હતી. જેના કારણે તેનો ગર્ભપાત થયો હતો. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો.

પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે આદર્શ અન્ય ઘણી છોકરીઓ સાથે પણ સંબંધમાં હતો. તેની એક એક્સ ગર્લફ્રેન્ડે પણ જણાવ્યું હતું કે લગ્નના બહાને આદર્શ દ્વારા તેનું જાતીય શોષણ પણ કરવામાં આવ્યું હતું. આરોપીએ લાંબા સમયથી પીડિતા સાથે શારીરિક સંબંધ રાખ્યો હતો અને તેના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ઉપરાંત જ્યારે પીડિતા ગર્ભવતી થઈ ત્યારે ખબર ન પડે એ રીતે તેની સંમતિ વિના બળજબરીથી રબડીમાં ગર્ભપાતની ગોળીઓ ભેળવીને તેને ખવડાવી હતી. જેને કારણે તેનો ગર્ભપાત થયો હતો.

Pune Crime: આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર) 313 (મહિલાની સંમતિ વિના ગર્ભપાત કરાવવો) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આગળની તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai pune news pune sexual crime Protection of Children from Sexual Offences Act POCSO maharashtra news maharashtra