T-વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર સામે રહેવાસીઓએ નોંધાવ્યો વિરોધ

21 November, 2012 07:40 AM IST  | 

T-વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર સામે રહેવાસીઓએ નોંધાવ્યો વિરોધ



મુલુંડ-વેસ્ટમાં એસીસી રોડ પર આવેલી કંચનજંગા લોકએવરેસ્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ મુલુંડ ઈસ્ટ-વેસ્ટના ફ્લાયઓવર નીચે આવેલી T-વૉર્ડની ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફ કો-ઑપરેટિવની ઑફિસ સામે બુધવાર, ૭ નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યે તેમની સોસાયટીના હિસાબમાં કરોડોના ગોટાળા કરનારા પદાધિકારીઓ સામે પગલાં લેવામાં આનાકાની કરનારા ડેપ્યુટી રજિસ્ટ્રાર સામે વિરોધ વ્યક્ત કરવા માટે દેખાવો અને ધરણા કર્યા હતા. જાહેરમાં ડેપ્યુટી રજિસ્ટ્રારની કૃતિનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

કંચનજંગા લોકએવરેસ્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ મિડ-ડે LOCALને ડેપ્યુટી રજિસ્ટ્રારની ઓફિસની સામે ધરણા કરવા માટેનું કારણ આપતાં કહ્યું હતું કે ‘અમારી સોસાયટીની કમિટીએ સોસાયટીના ભંડોળનો દુરુપયોગ કર્યો છે અને છેલ્લા ૧૧ મહિનામાં આ બાબતને લઈને અમે ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફિસમાં ઘણા પત્રો લખ્યા હોવા છતાં ડિપાર્ટમેન્ટ આંખ આડા કાન કરે છે અને ભંડોળનો દુરુપયોગ કરનારા પદાધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી.

આ કાર્યવાહી કરવામાં થતા વિલંબને કારણે સોસાયટીને આવા કૌભાંડી પદાધિકારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાથી ડેપ્યુટી રજિસ્ટ્રારે ૨૫ લાખ રૂપિયા સોસાયટીને વળતરરૂપે આપવા જોઈએ એવી પણ માગણી કરી હતી.

કંચનજંગા લોકએવરેસ્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસી લક્ષ્મીદાસ ઠક્કરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘T-વૉર્ડની ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફ કો-ઑપરેટિવે મૅનેજિંગ કમિટીને ગવર્નમેન્ટ ઑફિસનો અહેવાલ હોવા છતાં પણ તેને આપવા માટે ઇનકાર કરી દીધો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કમિટી મેમ્બરો સોસાયટીના હિસાબમાં છેલ્લાં પાંચ વર્ષથી ગોટાળો કરી રહ્યા છે. સોસાયટીના પદાધિકારીઓ સામે પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં નિãષ્ક્રયતા દર્શાવવા બદલ ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો હતો.’

ડેપ્યુટી રજિસ્ટ્રારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પહેલાં મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ તેમણે કમિટી સામે કોઈ પ્રકારનાં પગલાં લીધાં નહોતાં, પરંતુ રહેવાસીઓનું કહેવું છે કે મુદત ૩૦ નવેમ્બરે પૂરી થશે અને પગલાં લેવા માટે હજી પણ પૂરતો સમય છે.’

ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફિસના અસિસ્ટન્ટ કો-ઑપરેટિવ રજિસ્ટ્રાર ધર્મેન્દ્ર શિંદેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે આ બાબતે જરૂરી એવાં પગલાં લેવા માટે ૧૫ દિવસ પહેલાં ઇન્ક્વાયરી ઑફિસરની નિમણૂક કરી હતી. ત્યારે ઇલેક્શન ઑફિસરે બીજી મૅનેજિંગ કમિટી નીમવા જણાવ્યું હતું. એ દરમ્યાન અમે ઇન્ક્વાયરી ઑફિસર પાસેથી સોસાયટીના ડૉક્યુમેન્ટ્સ અને અકાઉન્ટમાં થયેલા ગોટાળા વિશેના ફાઇનલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.’