જામસાંડેકરની હત્યા : દોષી અરુણ ગવળીને જન્મટીપ કે ફાંસી?

28 August, 2012 05:27 AM IST  | 

જામસાંડેકરની હત્યા : દોષી અરુણ ગવળીને જન્મટીપ કે ફાંસી?

ગઈ કાલે આ કેસમાં સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે સજાની જાહેરાત મંગળવારે થશે એમ જાહેર કર્યું હતું. ગુનેગારની પાશ્વર્ભૂમિ ધરાવતા ગવળીને પહેલી જ વાર કોઈ કેસમાં દોષી જાહેર કરવામાં આવતાં તેને જન્મટીપની સજા થશે કે ફાંસી એ વિશે લોકોમાં ઉત્સુકતા છે. ૨૦૦૮ના માર્ચ મહિનામાં કમલાકર જામસાંડેકરની તેના અસલ્ફામાં આવેલા ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મોકા કોર્ટે ગવળીને ગયા શુક્રવારે દોષી જાહેર કર્યો હતો. અરુણ ગવળીની ૨૦૦૮ની ૨૧ મેએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં એ તળોજા જેલમાં બંધ છે.

 

મોકા = મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ