ઔરંગાબાદનું નામ બદલવા માટે આજે કૅબિનેટમાં પ્રસ્તાવ

29 June, 2022 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઔરંગાબાદ શહેરનું નામ સંભાજીનગર કરવા માટેની વર્ષો જૂની માગણી છે

ફાઇલ તસવીર

ઔરંગાબાદ શહેરનું નામ સંભાજીનગર કરવા માટેની વર્ષો જૂની માગણી છે. મહાવિકાસ આઘાડી સરકાર અને મુખ્ય પ્રધાન શિવસેનામાં બળવાનો સામનો કરી રહ્યા છે ત્યારે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કૅબિનેટની બેઠક મળશે એમાં આ બાબતનો પ્રસ્તાવ લાવવામાં આવશે એમ ગઈ કાલે રાજ્યના પરિવહનપ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે જણાવ્યું હતું. બીજેપી અને એમએનએસ સહિતના હિન્દુત્વવાદી પક્ષો ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવા બાબતે શિવસેનાની ટીકા કરી રહ્યા છે ત્યારે શિવસેનાએ નામ બદલવાનો નિર્ણય લીધો છે. મહાવિકાસ આઘાડી સરકાર ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા છે ત્યારે નામ બદલવાનું શ્રેય લેવા માટે‌ શિવસેનાએ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

mumbai mumbai news aurangabad