સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશનના ૨૦ ટકા વધારે ચૂકવવા તૈયાર રહો

20 December, 2014 05:49 AM IST  | 

સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશનના ૨૦ ટકા વધારે ચૂકવવા તૈયાર રહો



વરુણ સિંહ

જોકે રીડેવલપમેન્ટ કરવામાં આવતું હોય એવી પ્રૉપર્ટીમાં નવી મળનારી જગ્યામાં મૂળ ક્ષેત્રફળ કરતાં જે વધારાની જગ્યા આપવામાં આવતી હોય એટલી જ જગ્યા માટે વધારાના દર પ્રમાણે રકમ ભરવાની રહેશે, આખા ફ્લૅટ માટે નહીં. અસલ જગ્યા માટે જૂના દર પ્રમાણે જ ફી ગણવામાં આવશે.

રેડી રેક્નર રેટ્સમાં વધારા બાબતે સ્ટૅમ્પ ડ્યુટી ઍન્ડ રજિસ્ટ્રેશન પેયર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ વિનોદ સંપટે જણાવ્યું હતું કે ‘આ વર્ષે રિયલ એસ્ટેટમાં વેચાણ બહુ સારું નહોતું, પરંતુ ભાવ વધી રહ્યા છે. રેડી રેક્નર રેટ્સ વર્ષ ૨૦૧૪માં હતા એનાથી ૨૦ ટકા વધે એવી શક્યતા છે. જોકે ઑલ્ટરનેટિવ અકોમોડેશનના રેટ્સ અગાઉના જ રાખવામાં આવશે. એથી રીડેવલપમેન્ટ કરવામાં આવતું હોય એવા બિલ્ડિંગના રહેવાસીઓ-ઘરમાલિકોને લાભ થશે.’

ફ્લૅટોના ભાવ અને સ્ટૅમ્પ-ડ્યુટીની બાબતમાં વિનોદ સંપટે વધુમાં જણાવ્યું કે ‘સરકારે ફીની ગણતરી બિલ્ટ-અપ એરિયાને આધારે નહીં પણ કાર્પેટ એરિયાને આધારે કરવી જોઈએ. ફ્લૅટ ખરીદ્યા પછી માલિકે ફ્લૅટની કિંમતના પાંચ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી અને એક

ટકો અથવા ૩૦ હજાર રૂપિયા બન્ïનેમાંથી જે ઓછું હોય એ રાજ્ય સરકારને ચૂકવવાનું રહે છે. એ દરેક પ્રૉપર્ટીના વેચાણ અને ખરીદી માટે ફરજિયાત છે.’રેડી રેક્નર રેટ્સ વધતા હોવા વિશે સંમતિ દર્શાવતાં ‘અકોમોડેશન ટાઇમ્સ’ના એક્ઝિક્યુટિવ એડિટર સંજય ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘રેડી રેક્નર રેટ્સની ગણતરીની ટેક્નિકલ ભૂલભરેલી છે. એ રજિસ્ટ્રાર ઑફિસમાં નોંધાવેલા સેલ ઍગ્રીમેન્ટમાં નોંધેલા એરિયાને આધારે ગણવામાં આવે છે. રજિસ્ટ્રાર બજારનો ટ્રેન્ડ જુએ છે. એમાં જો ફ્લૅટ્સ વધુ કિંમતે વેચાતા હોય તો રેડી રેક્નર રેટ્સ ઊંચા જાય અને જો નીચા જતા હોય તો ઓછા થાય. જો એવું હોય તો સરકારે આવા રેટ્સ જાહેર કરવા જ શા માટે જોઈએ? ખરીદી કરનારે જે ભાવે ખરીદી કરી હોય એ ભાવ પ્રમાણે કેમ ગણતરી કરવામાં નથી આવતી? આખી પ્રક્રિયા તર્કહીન અને અવ્યવહારુ છે.’

ઑલ્ટરનેટિવ અકોમોડેશન

જો કોઈ વ્યક્તિનો ૧૦૦૦ સ્ક્વેર ફૂટનો ફ્લૅટ હોય અને તેને રીડેવલપમેન્ટ પછી ૧૫૦૦ સ્ક્વેર ફૂટનો ફ્લૅટ મળે તો નવા ફ્લૅટ માટે ૧૦૦૦ સ્ક્વેર ફૂટ માટે કન્સ્ટ્રક્શન કૉસ્ટ પ્રમાણે ફી ગણવામાં આવશે અને વધારે ૫૦૦ સ્ક્વેર ફૂટ માટે ગવર્નમેન્ટ રેડી રેક્નર રેટ્સ પ્રમાણે ફી ચાર્જ કરવામાં આવશે.

મહત્વના આંકડા

વર્ષ ૨૦૧૪માં ૧ જાન્યુઆરીથી ૧૨ ડિસેમ્બર સુધીમાં

સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન ઑફિસમાં જમા કરવામાં આવેલી રકમ : ૧૪,૬૭૨.૮૩ કરોડ રૂપિયા વર્ષ ૨૦૧૪માં ૧ જાન્યુઆરીથી ૧૨ ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સ : ૨૧,૩૩,૩૫૩