09 August, 2026 09:05 AM IST | Mumbai | Samiullah Khan
શકીલ નૂરાની
બડે દિલવાલા (૧૯૯૯) અને જોરુ કા ગુલામ (૨૦૦૦) જેવી ફિલ્મો લખીને એનું નિર્માણ અને દિગ્દર્શન કરનારા ૭૩ વર્ષના શકીલ નૂરાનીની ૩૩ વર્ષની અભિનેત્રી દ્વારા દાખલ કરાયેલા બળાત્કાર અને જાતીય હુમલાના કેસમાં માલવણી પોલીસે ધરપકડ કરી છે. શકીલ નૂરાનીએ આગામી ફિલ્મના પ્રોજેક્ટની ચર્ચા કરવાના બહાને તેના માલવણીના ઘરે બોલાવીને જાતીય હુમલો કર્યો હોવાની ફરિયાદ મહિલાએ કરી છે. આ કેસમાં મહિલાને ઘેનની દવા આપવાનો અને ત્યાર બાદ કથિત વિડિયો દ્વારા ધમકી આપવાનો પણ આરોપ છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર શકીલ નૂરાનીને સાતારા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી શોધીને અને ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો.