મુંબઈ : આ ભાઈએ 77 વર્ષે જૈનિઝમ પર કર્યું પીએચડી

09 May, 2019 11:34 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ : આ ભાઈએ 77 વર્ષે જૈનિઝમ પર કર્યું પીએચડી

યશવંત હરિલાલ ઝવેરી

૭૭ વર્ષની ઉંમરે એક વ્યક્તિ પોતાના નિવૃત્ત જીવનની મજા માણતી હોય છે, પરંતુ જુહુના ૭૭ વર્ષના રહેવાસી અને પાટણ ગામના યશવંત હરિલાલ ઝવેરીએ દિવસ-રાત એક કરી અને ભારે મહેનતે અંતે જૈનોના વંદિkતુ સૂત્ર પર મુંબઈ યુનિવર્સિટીથી પીએચ.ડી. કરી પીએચ.ડી. હોલ્ડર બન્યા છે. તેમના સમાજમાં તેઓ કદાચ પહેલી એવી વ્યક્તિ હશે જેણે આ રીતે પીએચ.ડી. કરીને પરિવાર સાથે સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે સામાજિક, પારિવારિક જવાબદારીઓ સાથે તેમણે આ યશ મેળવ્યો છે.

પીએચ.ડી. સફરની આખી વાતચીત કરતાં આનંદ દાખવતાં યશવંત ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને બે દીકરાઓ છે એમાં ૫૨ વર્ષનો તુષાર અને ૪૫ વર્ષનો દિપેન. કેમિકલ મૅન્યુફૅક્ચરિંગનું અંધેરીમાં કામકાજ ધરાવીએ છીએ. બન્ને દીકરાઓ અમેરિકાથી ડિગ્રી મેળવીને મુંબઈ આવીને સાથે બિઝનેસ કરે છે અને હવે પૌત્ર પણ અમેરિકા ભણીને બિઝનેસમાં જોડાઈ ગયો છે. હું અનેક સંસ્થાઓ, દેરાસરો સાથે જોડાયેલો છું. એથી સામાજિક અને પારિવારિક રીતે જીવન ખૂબ વ્યસ્ત જ છે, પરંતુ એમ છતાંય મને જૈનિઝમ વિશે ઊંડાણમાં જ્ઞાન લેવાની ઇચ્છા હતી એથી મેં વર્ષ ૨૦૦૩-’૦૪માં મુંબઈ યુનિવર્સિટીથી જૈનોલૉજીનો કૉર્સ કર્યો હતો. સર્ટિફિકેટ કૉર્સ ઇન જૈનોલૉજી અને ડિપ્લૉમા કૉર્સ ઇન જૈનોલૉજી કર્યું હતું. કેમિકલ એન્જિનિયર હોવાથી હું જૈનિઝમમાં એટલા ઊંડાણ સુધી જઈશ એ પરિવારજનોને પણ નવાઈ લાગી હતી, પરંતુ પરિવારના અને ખાસ કરીને મારી પત્ની ભારતી અને પૌત્ર બિનોયે પણ અમેરિકામાં બેસીને મને ખૂબ મદદ કરી હતી.’

યે સફર આસાન નહીં થા એમ કહેતાં યશવંતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે ‘આ કૉર્સ કર્યા બાદ જૈનિઝમ પર વાંચવાનું મેં શરૂ જ રાખ્યું હતું. ચોમાસામાં પધારેલ આચાર્ય ભગવંત પ.પૂ. શ્રીચંદસૂરી મ.સા. વ્યાખ્યાન આપી રહ્યા હતા એ દરમ્યાન તેમને પ્રતિક્રમણમાં વપરાતા વંદિkતુ સૂત્ર વિશે પૂછ્યું હતું. ત્યારે તેમણે મને સવિસ્તર આ વિશે ખૂબ માહિતી આપી હતી. એનો અર્થ એ છે કે શ્રાવકના બાર વ્રતોમાં મારો રસ વધી ગયો અને આ વિશે હજી ઊંડાણમાં જવાની ખૂબ ઇચ્છા થઈ. એથી મુંબઈ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૪માં સંપર્ક કરી મારી પીએચ.ડી.ની ઇચ્છા વિશે વાત કરી હતી, પરંતુ હું કેમિકલ એન્જિનિયર છું અને આ બધી વાત રહી ફિલોસોફીની. એથી મેં પીઈટી એટલે કે ફિલોસોફી એન્ટરન્સ ટેસ્ટ આપી હતી. આ ટેસ્ટ અઘરી ખરી અને એમાં હિન્દુ ફિલોસોફી વિશે પ્રfનો પૂછવામાં આવે છે. યશ, સમ હાઉ મારી મહેનત રંગ લાવી અને મેં એક્ઝામ ક્લિયર કરી હતી.’

ફાઇનલી મને જૈનિઝમ વિશે ઘણું ખરું જાણવાનો ચાન્સ મળી ગયો હતો એમ કહેતાં યશવંતભાઈ કહે છે કે ‘વર્ષ ૨૦૧૬માં મારું ફૉર્મ લેવાયું અને અઠવાડિયામાં બે વખત એમ છ મહિના માટે મુંબઈ યુનિવર્સિટીમાં મારા ક્લાસ શરૂ થયા હતા. એમાં પણ ૯૦ ટકા કરતાં ઓછી હાજરી હોય તો બધા પર પાણી ફેરવાઈ જાય. એથી પોતાના દિનચર્ય સાથે રેગ્યુલર ક્લાસ જવાનું. વર્ષ ૨૦૧૯માં મેં ૩૫ પાનાંનું સિનોપસીસ તૈયાર કરીને ૨૧ કૉપી ૨૧ જણની ટીમને વાંચવા માટે આપી હતી. એ ઓકે થયા બાદ વંદિkતુ સૂત્રના છ ચેપ્ટર પર ૨૪૯ પાનાંનું થિસિસ લખીને તૈયાર કર્યું હતું. એ આપ્યા બાદ સોમવારે છ મેના મારી વાઈવા ટેસ્ટ લેવાઈ અને એમાં મને અભિનંદન આપીને તમે પીએચ.ડી. હૉલ્ડર બન્યા છો એવી શુભેચ્છા આપી હતી.’

પીએચ.ડી. હૉલ્ડર બનવા અનેક લાઇબ્રેરીના દોડા કર્યા હતા એમ કહેતાં યશવંતભાઈએ કહ્યું કે ‘પીએચ.ડી. હોલ્ડર બનવાની તૈયારીરૂપે મેં જૈનિઝમ પર ૮૦ પુસ્તકો વાંચ્યાં હતાં. આ પુસ્તકો મને ગાંધી નગરના કોબા દેરાસર લાઇબ્રેરીમાંથી, પાટણ ગામના જ્ઞાન મંદિરમાંથી અને ત્યાં રહેતા ચંદ્રકાંતભાઈ પંડિતથી પણ સારું જ્ઞાન મળ્યું. તેમણે મને ૩૦ રાત ૨ કલાક બેસાડીને અભ્યાસ કરવામાં મદદ કરી હતી. ગોવાલિયા ટૅન્કના આરાધના ભવન, જૈન સાહિત્ય વિકાસ મંડળ-ઈર્લા વગેરે જગ્યાએથી મને પુસ્તકો મYયાં હોવાથી ત્યાંથી મને ઘણું જ્ઞાન મળ્યું હતું. પાટણના જ્ઞાન મંદિરમાં ૫૭૯ વર્ષ પહેલાં આ. પ.પૂ. રત્નશેખર મ.સા. દ્વારા હાથેથી સંસ્કૃત ભાષામાં આ વિષય પર લખેલું પુસ્તક જેમાં ૬૬૪૪ જેટલા શ્લોક છે એ પણ જોવા મળ્યું હતું. મિત્રોએ પણ તેમની પાસે રહેલાં પુસ્તકો આપ્યાં હતાં. આમ અનેક ઠેકાણેથી મળેલાં પુસ્તકોએ મને ખૂબ મદદ કરી હતી. આ બધામાં વર્ષ ૨૦૧૫થી પરિવારને પૂરતો સમય આપી શક્યો નથી અને તેમણે મને ખૂબ સપોર્ટ આપ્યો છે. દરરોજ સવારે સાડાપાંચ વાગ્યે ઊઠીને પ્રતિક્રમણ એ બાદ સામાયિક, એક કલાક એક્સરસાઇઝ અને એ બાદ અંધેરીમાં આવેલી ઑફિસે સવારે ૧૧ વાગ્યે પહોંચી જવાનું અને સાંજે સાડાપાંચ વાગ્યા બાદ નીકળવાનું. આ દિનચર્યા સાચવીને મેં આ પરિણામ મેળવ્યું છે.

આ પણ વાંચો : ટી બૅગ્સમાં સ્ટૅપલર પિન્સના ઉપયોગ પર પ્રતિબંધ છતાં મુંબઈમાં બિન્ધાસ્ત વપરાશ

ટુ કન્ટ્રૉલ યૉર અનકન્ટ્રૉલ લાઇફ વીથ ધ હેલ્પ ઑફ વંદિkતુ સૂત્ર બાય કન્ટ્રૉલિંગ યૉર વિશ ઍન્ડ ડિઝાયર, જીવતી વસ્તુઓને હાનિ નહીં પહોંચાડવી, દુશ્મનાવટ ન કરવું, ભૂલો થાય તો માફી માગી લેવી આ બધી જીવનને લગતી મુખ્ય વાતો તમને વંદિkતુ સૂત્ર શીખવાડે છે. ઉંમરને એક બાજુએ મૂકીને મને મારા આ અચીવમેન્ટથી ખૂબ ખુશી છે. મારા સમાજથી લઈને આખા જૈન સમાજમાં જેને આ વિશે ખબર પડે છે તેઓ અત્યંત ખુશ થઈ રહ્યા છે.’

mumbai mumbai news