રાષ્ટ્રપતિ કરશે શિર્ડી સાંઈ આશ્રમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

25 October, 2012 05:11 AM IST  | 

રાષ્ટ્રપતિ કરશે શિર્ડી સાંઈ આશ્રમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

ચેન્નઈના ભક્ત કે. વી. રામ્નીએ આ પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન માટે ૧૧૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ સિવાય સાંઈબાબા ટ્રસ્ટે પણ પ્રોજેક્ટ માટે પ્લૉટ અને બીજી પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ૯૦ કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. આ પ્રોજેક્ટમાં બે ટૂરિસ્ટ રેસ્ટહાઉસનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ૧૫ હજાર ટૂરિસ્ટોની સુવિધા સાચવી શકાશે. આ પ્રોજેક્ટના એક રેસ્ટહાઉસ સાંઈ આશ્રમ એકમાં ૧૫૩૬ રૂમનું અને સાંઈ આશ્રમ બેમાં ૧૯૨ હૉલનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ રેસ્ટહાઉસમાં એસી રૂમ માટે ૯૦૦ રૂપિયાનું અને નૉન-એસી રૂમ માટે ૫૦૦ રૂપિયાનું ભાડું વસૂલ કરવામાં આવશે. ગઈ કાલે મુંબઈના એક ભક્તે અહીં શરૂ થયેલા વિજયાદશમીના તહેવાર નિમિત્તે ૯૪ લાખ રૂપિયાની ત્રણ કિલો સોનાની બનેલી બે પ્લેટ દાનમાં આપી છે. આ તહેવારની ઉજવણી ૯૩ વર્ષ પહેલાં સાંઈબાબાએ દશેરાના દિવસે લીધેલી મહાસમાધિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

એસી = ઍર-કન્ડિશન્ડ