આકાશ ટૅબ્લેટનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લૉન્ચ

12 November, 2012 05:18 AM IST  | 

આકાશ ટૅબ્લેટનું અપડેટેડ વર્ઝન માર્કેટમાં લૉન્ચ

આકાશના પહેલા વર્ઝનમાં ત્રુટિઓ મળી આવતાં આ પ્રોજેક્ટ આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી)ના કમ્પ્યુટર સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ વિભાગ પાસે આવ્યો હતો.

આકાશના નવા વર્ઝનમાં ઑફન ર્સોસ ઍપ્લિકેશન અને કન્ટેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આઇઆઇટીએ હાલમાં જ ટેક્નિકલ એજ્યુકેશન આપતા ટીચર્સને આકાશ પર ઓપન ર્સોસ ઍપ્લિકેશન અને કન્ટેન્ટનો કઈ રીતે ઉપયોગ કરવો એની ટ્રેઇનિંગ આપવાનું અભિયાન ચલાવ્યું છે જે હેઠળ ૧૦,૦૦૦ ટીચર્સને આવરી લેવામાં આવશે. સ્ટુડન્ટ્સને આકાશ ટૅબ્લેટ સરકાર સબસિડાઇઝ્ડ રેટ ૧૧૩૨ રૂપિયામાં આપશે, જ્યારે ઓપન માર્કે‍ટમાં એની કિંમત ૨૯૯૯ રૂપિયા રહેશે. 

આકાશમાં શું-શું છે?

સાત ઇંચ સ્ક્રીન ડિસ્પ્લે - સેન્સિટિવ ટચ સ્ક્રીન

એન્ડ્રોઇડ ૪.૦ ઑપરેટિંગ સિસ્ટમ

૭૦૦ મેગાહર્ટ્સ કૉન્ટ્રૅક્ટ પ્રોસેસર

૩૨૦૦ એમએએચ બૅટરી પાવર

વાય-ફાય, જીપીઆરએસ

૧ જીબી રેમ

યુટ્યુબ પરથી વિડિયો અને એન્ડ્રોઇડ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે