મેટ્રો 7 અને મેટ્રો 9ને જોડવાની તૈયારી શરૂ, કાશીગાંવથી સીધા અંધેરી જઈ શકાશે

12 October, 2025 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ દિવસ સુધી ટેસ્ટિંગ ચાલવાનું હોવાથી સવારનું ટાઇમટેબલ ટેમ્પરરી બદલાયું, મેટ્રો 2 અને મેટ્રો 7ની ટ્રેનો પાંચથી ૧૦ મિનિટ મોડી ઊપડશે

પ્રતીકાત્મક તસવીર

દહિસર-ઈસ્ટથી ગુંદવલી સુધી દોડતી મેટ્રો 7 સાથે મેટ્રો 9ના પહેલા તબક્કાના કાશીગાંવને દહિસર સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે. આ લાઇનની સેફ્ટી ટ્રાયલ હાથ ધરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેને કારણે આજે ૧૨ ઑક્ટોબરથી લઈને ૧૮ ઑક્ટોબર એમ એક અઠવાડિયા સુધી મેટ્રો 7 અને મેટ્રો 2ની ટ્રેનો સવારના સમયે મોડી શરૂ થશે.

મેટ્રો ૯ ભાઈંદરથી દહિસર અને એ પછી આગળ અંધેરી અને ઍરપોર્ટ સાથે જોડાવાની છે. એથી ત્યાંના મુસાફરો માટે આ મહત્ત્વનો રૂટ સાબિત થવાનો છે. મેટ્રો 9ની ટ્રેન મેટ્રો 7ના ઓવરી પાડાથી કનેક્ટ થઈને અંધેરી તરફ આગળ વધશે. એથી હાલ મેટ્રો 9ના પહેલા તબક્કાના કાશીગાંવથી ગુંદવલી સુધીની ટેસ્ટ કરવામાં આવશે. એથી મેટ્રો 2 અને મેટ્રો 7ના ટાઇમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર કરવાથી અંદાજે પાંચથી ૭ મિનિટ ટ્રેનો મોડી ઊપડશે, જેની પ્રવાસીઓએ નોંધ લેવી અને એ પ્રમાણે પ્રવાસ નક્કી કરવો. 

mumbai news mumbai mumbai metro mumbai metropolitan region development authority mumbai traffic