મુંબઈ : શનિવારથી કુર્લા ટર્મિનસ પર પ્રી-પેઇડ ઑટો

31 January, 2020 07:25 AM IST  |  Mumbai

મુંબઈ : શનિવારથી કુર્લા ટર્મિનસ પર પ્રી-પેઇડ ઑટો

પ્રતીકાત્મક તસવીર

શહેરની પ્રથમ પ્રી-પેઇડ રિક્ષા-સેવા પહેલી ફેબ્રુઆરીથી કુર્લાસ્થિત લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) ખાતેથી શરૂ થશે એમ એક રિજનલ ટ્રાન્સપોર્ટ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

એલટીટી ખાતેની મુસાફરી સલામત બનાવવાની અને ભાડાનો ઇનકાર કરવાની અવાર-નવાર ફરિયાદો કરનારા પ્રવાસીઓને આ પગલાથી ભારે રાહત મળશે.

રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબ એલટીટી ખાતે આ સેવાનું ઉદ્ઘાટન કરશે જે શહેરના સૌથી મોટા રેલવે ટર્મિનસમાં સ્થાન ધરાવે છે.

શિવસેના સાથે સંકળાયેલું યુનિયન - મહારાષ્ટ્ર રિક્ષાચાલક સેના રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ અને સેન્ટ્રલ રેલવે પાસેથી જરૂરી પરવાનગી મેળવીને આ સેવાનું સંચાલન કરશે.

પેસેન્જરોએ બે કિલોમીટર માટે લઘુતમ ૩૦ રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે અને ભાડાંના દરો દર બે કિલોમીટરે વધશે એમ અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું તેમણે સર્વિસ ચાર્જપેટે વધારાના ૧૦ રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો : મધ્ય રેલવેની પહેલી એસી લોકલ શરૂ કરાઈ: ઉતારુઓએ આપ્યા મિશ્ર પ્રતિભાવ

વધુમાં રિક્ષા-ડ્રાઇવરો દરેક ભાડા પર પ્રોત્સાહન પેટે પાંચથી ૨૦ ટકા વધારાનો લાભ મેળવશે.

અમે અમારા બૂથ પર બુકિંગ મેળવવા માટે કમ્પ્યુટર સૉફ્ટવેર વિકસાવ્યું છે અને ભાડું સ્ક્રીન પર દેખાશે એમ મહારાષ્ટ્ર રિક્ષાચાલક સેનાના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું.

mumbai kurla lokmanya tilak terminus mumbai news