બૉલબેરિંગ અસોસિએશનના પ્રેસિડન્ટપદ માટેની ચૂંટણીમાં પ્રવીણ વોરાનો ૨૩૭ મતે વિજય

09 December, 2011 08:34 AM IST  | 

બૉલબેરિંગ અસોસિએશનના પ્રેસિડન્ટપદ માટેની ચૂંટણીમાં પ્રવીણ વોરાનો ૨૩૭ મતે વિજય

 

તુષાર શાહને ૩૨૪ વોટ મળ્યા હતા, જ્યારે પ્રવીણ વોરાને ૫૬૧ વોટ મળ્યા હતા. પ્રવીણ વોરા છેલ્લાં ૨૫ વર્ષથી અસોસિએશન સાથે સંકળાયેલા રહ્યા છે, જેમાં બે વાર રીજનલ સેક્રેટરી, બે વાર ટેÿઝરર અને એક વાર જનરલ સેક્રેટરીપદ સંભાળી ચૂક્યા છે.

ચૂંટાયા બાદ પ્રવીણ વોરાએ કહ્યું હતું કે ‘વેપારીઓની સમસ્યાઓનો નિકાલ લાવવા હું પ્રયત્નશીલ રહીશ. એમઆરપી (મૅક્સિમમ રીટેલ પ્રાઇસ)ના મુદ્દે અમારે સરકાર સાથે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. સરકાર કહે છે કે પ્રોડક્ટ પર એમઆરપી હોવી જરૂરી છે, જ્યારે મોટા ભાગે વેપારીઓ બૉલબેરિંગ ઇમ્ર્પોટ કરતા હોય છે અને એની કિંમત ઇમ્ર્પોટ-કૉસ્ટના આધારે નક્કી થતી હોય છે જે દર વખતે અલગ-અલગ હોઈ શકે. આથી દર વખતે ડૉકમાં જઈને દરેક પૅકેટ પર એમઆરપીનું લેબલ લગાવવું અમારે માટે શક્ય નથી હોતું એટલે અમે એ માટે એક્ઝમ્પ્શન માગ્યું છે. અમારી આ લડત ચાલુ રહેશે.’

ગુરુવારે બપોરે ૧૨.૩૦થી ૫.૩૦ વાગ્યા સુધી મોહમ્મદ અલી રોડ પર આવેલી અસોસિએશનની ઑફિસમાં મતદાન થયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે દેશભરમાં ચાર ઝોનમાં વહેંચાયલા ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના કુલ ૧૭૦૦ સભ્યોમાંથી ૯૬૦ સભ્યો વેસ્ટ ઝોનના છે, જેમાં ૭૦૦ સભ્યો માત્ર મુંબઈ અને ઉપનગરોના છે. દર બે વર્ષે‍ યોજાતી પ્રમુખની ચૂંટણીમાં ઉપરાઉપરી બે ટર્મ વેસ્ટ ઝોનના પ્રમુખ ચૂંટાયા પછી જ્યારે એક ટર્મ માટે બાકીના ત્રણમાંથી એક ઝોનનો નંબર લાગે છે અને ત્યાર બાદ ફરી બે ટર્મ વેસ્ટ ઝોન માટે હોય છે.

કમિટી મેમ્બર્સ બિનહરીફ

ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના બિનહરીફ ચૂંટાયેલા કમિટી-સભ્યોમાં સુનીલ ગુપ્તા, જયપ્રકાશ વાસા, કિરીટ ફિફાદરા, કૌશિક ઘેલાણી, પંકજ વીછી, કીર્તિ શાહ તથા પ્રકાશ વોરાનો સમાવેશ છે. ૨૬ ડિસેમ્બર બાદ સાતેય જણની પોસ્ટ નક્કી કરવામાં આવશે.