ઑટોરિક્ષા યુનિયનોએ મહારાષ્ટ્રભરમાં 9 જુલાઈથી હડતાળ પાડવાનો નિર્ણય લીધો

10 June, 2019 08:33 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

ઑટોરિક્ષા યુનિયનોએ મહારાષ્ટ્રભરમાં 9 જુલાઈથી હડતાળ પાડવાનો નિર્ણય લીધો

ઑટોરિક્ષા

રાજ્યની ઑટોરિક્ષા યુનિયનોની રવિવારે મુંબઈમાં મળેલી બેઠકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં બેમુદત હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ થશે તો પરા વિસ્તારના રહેવાસીઓ માટે લાઈફલાઈનની ગેરહાજરીમાં ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની જશે.

મુંબઈ ઑટોરિક્ષાવાળાઓના યુનિયન લીડર શશાંક રાવે ચીમકી આપી હતી કે ‘અમારી મિનિમમ ભાડામાં ૪ રૂપિયા વધારવાની માગણી નહીં સ્વીકારાય તો મુંબઈની ૨ લાખ સહિત રાજ્યની ૧૦ લાખ રિક્ષાઓ બેમુદત સમય સુધી રોડ પર નહીં આવે. ત્રણ વર્ષથી ભાડામાં ફેરફાર ન કરાયો હોવાથી ડ્રાઈવરો માટે ટકી રહેવાનું મુશ્કેલ બન્યું છે.’

રવિવારે મુંબઈમાં વિવિધ રિક્ષા યુનિયનોની બેઠકમાં મિનિમમ ભાડાવધારાની સાથે વેલ્ફેર સ્કીમ, ગેરકાયદે રિક્ષાવાળાઓને હટાવવા સહિતની માગણીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મુંબઈ : વિદ્યાર્થીએ પેપરમાં 'સૈરાટ' ફિલ્મની સ્ટોરી લખી

યુનિયનો દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન દિવાકર રાવતેને મળીને એમને આ બાબતે ૩૦ જૂન સુધીમાં નિર્ણય લેવાનું અલ્ટીમેટમ આપવામાં આવશે. રિક્ષાવાળાઓની માગણી બાબતે પુણે અને નાગપુરમાં મેળાનું આયોજન કરીને પોતાનો અવાજ રાજ્યભરમાં ઉઠાવવામાં આવશે.

mumbai mumbai news devendra fadnavis