Porn Film Case: રાજ કુન્દ્રાની બે એપ પરથી મળી 51 અશ્લીલ ફિલ્મો

01 August, 2021 04:17 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોર્ન ફિલ્મ મામલે હાલમાં સરકારી વકીલે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની બે એપ્સમાંથી 51 અશ્લીલ ફિલ્મોને જપ્ત કરી છે.

રાજ કુન્દ્રા

બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra Porn Film case)ની ધરપકડ બાદથી સમાચારોમાં છવાયેલી છે. અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને વિવિધ એપ્સમાં પ્રસારિત કરવાના આરોપમાં 19 જુલાઈથી જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાની મુશ્કલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

 રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પોલીસે તેમની કંપની અને તેમની વિરુદ્ધ અનેક પુરાવા મળ્યા છે. હાલમાં સરકારી વકીલે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)એ રાજ કુન્દ્રા (Raj Kundra)ની બે એપ્સમાંથી 51 અશ્લીલ ફિલ્મોને જપ્ત કરી છે.

 પોર્ન ફિલ્મ કેસ મામલે રાજ કુન્દ્રાને કોર્ટ દ્વારા 14 દિવસ પર જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રા પોર્ન કેસ મામલે સરકારી વકીલ અરૂણા પઈએ શનિવારે કોર્ટમાં કહ્યું હતું કે, હોટશોટ એપથી 51 અશ્લીલ અને આપત્તિજનક ફિલ્મો જપ્ત કરી છે. વકીલે કહ્યું કે આ ફિલ્મોનું સીધું કનેક્શન રાજ કુન્દ્રા સાથે છે. 

આ ઉપરાંત શા માટે રાજ કુન્દ્રા અને રાયન થોર્પની ધરપકડ કરવામાં આવી તે અંગે પણ સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી. અરૂણા પઈએ કોર્ટને જણાવ્યું કે, રાજ કુન્દ્રા પોતાના પાર્ટનરની સાથે મળી આ વોટ્સએપ ગ્રુપની ચેટ્સને ડિલીટ કરી રહ્યા હતા, એટલું જ નહીં તેઓ આ કેસ સાથે જોડાયેલા બીજા પુરાવાઓને પણ નષ્ટ કરી રહ્યા હતા. તેથી પોલીસને તેમની ધરપકડ કરવી પડી.

 

mumbai mumbai news raj kundra shilpa shetty mumbai crime branch